કરીના કપૂરની ગ્લોઇંગ સ્કીનનું આ છે સીક્રેટ, જાણો અહીં

19 May, 2020 08:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરીના કપૂરની ગ્લોઇંગ સ્કીનનું આ છે સીક્રેટ, જાણો અહીં

કરીના કપૂર

હાલ વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર ફેલાયો છે, ત્યારે સરકારે એનાથી બચવા લૉકડાઉનની જાહેરાત કરી છે. લૉકડાઉનથી સરકારે પોતાના ઘરે જ રહેવાનો આદેશ આપ્યો છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડ સેલિબ્રિટિઝ પણ જુદી-જુદી પ્રવૃતિ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. સાથે જ લોકો ઘરમાં પોતાની હેલ્થ, સ્કીન અને ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપી રહ્યો છે.

હાલ આવા સંજોગોમાં બૉલીવુડ સેલેબ્સ પણ લૉકડાઉનમાં પોતાની સ્કીનની સંભાળ રાખી રહ્યા છે. આવા સમયે સામાન્ય માણસથી લઈને, ક્રિકેટર કહો કે બૉલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ હોય છે. તેઓ પણ સોશિયલ મીડિયા દ્વારા સ્કીન, હેર, ફિટનેસ અને હેલ્થ ટિપ્સ ફૅન્સ વચ્ચે શૅર કરતા રહે છે.

ત્યારે વાત જ્યારે ગ્લોઈંગ સ્કીનની આવે છે ત્યારે આપણે બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરને કેવી રીતે ભૂલી શકીએ. કરીના પણ હાલ પોતાની સ્કીનની સંભાળ રાખી રહી છે અને તેના માટે બૅબો કોઈ ખર્ચા નથી કરી રહી. પરંતું તે હોમ મેડ માસ્કનો ઉપયોગ કરી રહી છે. આ સીક્રેટ તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે.

શૅર કરેવા વીડિયોમાં કરીના કપૂરે પોતાના ચહેરા પર હોમ-મેડ માસ્ક લગાવી રાખ્યો છે. વીડિયોમાં કરીનાએ જણાવ્યું કે ગરમીની સીઝનમાં હોમ-મેડ માસ્ક કેટલો જરૂરી છે. જો તમે પણ આવી કડકડતી ગરમીમાં કરીના કપૂર જેવી હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો, તો આ 3 પ્રકારના હોમ-મેડ ફ2સ માસ્ક લગાવાનું નહીં ભૂલો.

ટામેટાંનો માસ્ક

ટામેટાંનો આ ફેસ માસ્ક લગાવવાથી તમારી સ્કીનને યૂવી કિરણથી બચાવશે. આ માસ્ક સ્કીનથી ડેડ સેલ્સને પણ કાઢે છે. જેનાથી સ્કીન ગોરી અને ચમકદાર દેખાશે. એક મોટી ચમચી મુલતાની માટી અને 2 મોટી ચમચી ટામેટાના રસને મિક્સ કરો. પછી ચહેરા પર ફેસ માસ્ક લગાવો અને એને સૂકાવા દો. માસ્ક સૂકાઈ ગયા બાદ એને પાણીથી ધોઈ લો. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારા ચહેરા પર ફેસ પેક લગાવતા પહેલા તમારા શરીરના નાના ભાગ પર પેચનું પરીક્ષણ કરવું.

પપૈયાનો ફેસ માસ્ક

આ પેક તમારી ત્વચાને અંદરથી સાફ અને ચમકાવશે. આ પેક દરેક પ્રકારની સ્કીન પર બહુ જ સરસ અસર છોડે છે. આ પેક બનાવવા માટે 1 ચમચી પપૈયાને ક્રસ કરીને એમાં પુદીનાનો રસ મિક્સ કરીને ફેસ પર 20 મિનિટ પર સુધી લગાવી રાખવો. બાદ સાદા પાણીથી ધોઈ લેવું. જો તમે પપૈયાના બીને પણ તમે સ્ક્રબ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

હળદર અને ચંદનનો માસ્ક

હળદરમાં એન્ટીઇંફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ચંદન કુદરતી રીતે સરસ હોય છે. જેમને ખીલ અને ઑઈલી સ્કીનની સમસ્યા હોય છે, તેઓ ચંદન અને હળદરનો ફેસપેક ગુલાબજળમાં ભેળવીને સ્કીન પર લગાવો. માત્ર 7 દિવસની અંદર તમે ખીલને દૂર કરવામાં અને ઑઈલી સ્કીનની સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં સમર્થ હશો.

kareena kapoor skin care life and style