શેપથી કરો એક્સપરિમેન્ટ્સ

09 August, 2012 05:30 AM IST  | 

શેપથી કરો એક્સપરિમેન્ટ્સ

 

 

રસોડાના ઇન્ટિરિયર ડેકોરેશનની વાત મોટા ભાગે મૉડ્યુલર કિચન અને કાચની અટ્રૅક્ટિવ ક્રૉકરી પર આવીને અટકી જતી હોય છે, પરંતુ એનાથી આગળ વધીને જોઈએ તો કિચન ડેકોરમાં પણ કરવા જેવું ઘણું છે. લેટેસ્ટ છે શેપ્સનો વપરાશ. જોઈએ કઈ રીતે.


મારું સુંદર કિચન


કિચન ઘરનો એક એવો એરિયા છે જેને તમે ઇમેજિનેશનથી જોઈએ એ રીતે સજાવી શકો છો. જુદા-જુદા આકાર અને કર્વ કિચનને સાદું-સિમ્પલની વ્યાખ્યાથી થોડું આગળ લઈ જાય છે. કિચન જો સુંદર હશે તો કુકિંગ પ્રોસેસ પણ રસપ્રદ બનશે. ક્રૉકરી અને બીજી ડેકોર આઇટમમાં જુદા-જુદા શેપ પસંદ કરી શકાય.


ક્રૉકરી અને કુકવેર


હવે ગોળ થાળી અને વાટકીનો જમાનો નથી રહ્યો. લોકો પ્લેટ્સમાં રંગબેરંગી ચોરસ, ત્રિકોણ, સેમી સર્કલ તેમ જ બીજા સ્ટાઇલિશ શેપ્સનો વપરાશ કરી રહ્યા છે. નૉન-સ્ટિક તવામાં પણ તમે ગોળને બદલે ચોરસ પસંદ કરી શકો છો, જે દેખાવમાં આકર્ષક અને વાપરવામાં પણ સરળ રહેશે. સવારના સમયે કોઈ ચીજ ઓછા પ્રમાણમાં બનાવવી હોય તો મોટા તવાને બદલે નાનકડા તવા વાપરી શકાય. જો રંગો પસંદ હોય તો હવે
નૉન-સ્ટિકના કોટિંગમાં લાલ રંગ પણ હવે મળી રહે છે જે સુંદર લાગશે.


રંગબેરંગી


કિચનવેઅરમાં હવે રંગો પણ ભરપૂર મળી રહે છે. ફક્ત સ્ટીલની જ ક્રૉકરી હોય તો એમાં મેટ ફિનિશ, શાઇની ફિનિશ, સિલ્વર, ગોલ્ડન, લેકર્ડ જેવી વરાઇટી મળી રહે છે. હવે લોકો ખૂબ ટ્રેડિશનલ એવી કૉપર, પિત્તળ અને તાંબાની ક્રૉકરી અને કુકવેઅર પણ વાપરતા થયા છે જે જોવામાં દેશી પરંતુ ડેકોરેટિવ લાગે. આ સિવાય મેલામાઇનના નાના-મોટા બાઉલ અને બાસ્કેટ્સમાં ઑરેન્જ, પિન્ક, યલો અને બ્લુ જેવા બ્રાઇટ કલર્સ યંગ હોમમેકરને ખાસ આકર્ષે છે.

 

 

દીવાલ પર ડેકોરેશન

 

જુદા-જુદા શેપની ક્રૉકરીમાં જમવાની મજા તો આવે જ છે, સાથે કિચનના ડેકોરેશનમાં પણ આવી ચીજોનો વપરાશ લોકો કરે છે. ઘરોમાં તેમ જ રેસ્ટોરાંમાં લોકો હવે ડેકોરમાં બીજો કોઈ ખચોર્ કરવા કરતાં એક થીમની પરંતુ જુદા-જુદા શેપ અને ડિઝાઇનની પ્લેટ્સને દીવાલ પર લગાવીને સજાવટ કરવાનું પસંદ કરે છે.

 

ત્રિકોણ ક્રૉકરી

 

ત્રિકોણ શેપની પ્લેટ્સ પીત્ઝાનો પીસ સર્વ કરવામાં જ નથી વપરાતી, પરંતુ ફુલ મીલ જમવામાં પણ વપરાય છે. ત્રિકોણ શેપમાં થાળી, વાટકા, ચમચીથી લઈને ગ્લાસ અને કન્ટેનર્સ પણ મળી રહે છે. કિચનવેઅરમાં આવા શેપ ડેકોરેટિવ અને હટકે લાગે છે. ચીજો સ્ટોર કરવા માટેની કાચની બરણીઓમાં પણ હવે આવા જુદા-જુદા શેપ મળી રહે છે. જે મૉડ્યુલર કિચનના શોકેસમાં રાખ્યા હોય તો ખરેખર સ્ટાઇલિશ લાગશે. આ પ્રકારના આકારોવાળો ક્રૉકરી સિમ્પલ કિચનને એક સ્ટાઇલિશ ટચ આપે છે.