આખા દિવસમાં શરીરને એક-દોઢ કલાક જેટલી ફિઝિકલ ઍક્ટિવિટી તો મળી રહેવી જોઈએ

14 October, 2013 06:18 AM IST  | 

આખા દિવસમાં શરીરને એક-દોઢ કલાક જેટલી ફિઝિકલ ઍક્ટિવિટી તો મળી રહેવી જોઈએ



રુચિતા શાહ

મારી ફિટનેસમાં સીક્રેટ જેવું કંઈ નથી. હું સ્મોક નથી કરતો કે એના જેવી કોઈ બીજી ખરાબ આદત નથી. હું કોઈ પણ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી કરતો રહું છું. પહેલાં હું ખૂબ ડાન્સ કરતો હતો. બીજું એ કે મારું મેટાબોલિઝમ સારું છે એટલે હું જે પણ કરું છું એ મારી સાથે લાંબો સમય રહે છે. મારે વધુ મહેનત કરવી નથી પડતી.

લાઇટ એક્સરસાઇઝ

મેં હંમેશાં એક્સરસાઇઝનું એક યોગ્ય બૅલેન્સ રાખ્યું છે. હું ક્યારેક જિમમાં જાઉં છું, ક્યારેક સ્વિમિંગ કરી લઉં છું, ક્યારેક યોગ કરી લઉં છું. ફ્ક્ત એટલી કોશિશ કરું છું કે આખા દિવસમાં બૉડીને એકથી દોઢ કલાકની ફિઝિકલ ઍક્ટિવિટી મળી રહે. ફિટ રહેવા માટે એટલું પણ કાફી હોય છે. બેશક, મારે ક્યારેક મારા ફિલ્મોના રોલ માટે બૉડીમાં ફેરફાર લાવવા પડે છે. જેમ કે ‘ષ્ખ્ય્... છોડ ના યાર’ માટે મારે ટફ લુક જોઈતો હતો તો મેં વેઇટ-ટ્રેઇનિંગ વધારી દીધી હતી, જે પાછી હવે છોડી દીધી છે. હું જિમમાં જઈને પુશ-અપ્સ જેવી ખૂબ જ લાઇટ એક્સરસાઇઝ કરું છું.

સ્ટ્રિક્ટ નથી ડાયટમાં

હું ખાવામાં વધુ ચીકણાવેડા નથી કરતો. ચૉકલેટ અને કેક પણ એન્જૉય કરું છું. આજકલ તો જૈસે ફૅશન હો ગયા હૈ કિ દિન મેં ઇતના ગ્રામ કાબોર્હાઇડ્રેટ, ઇતના ગ્રામ પ્રોટીન ખાઓ. આ બધું મને ખૂબ અજીબ લાગે છે. આવું કૅલ્ક્યુલેશન કરીને હું ખાતો નથી. મને એમ લાગે છે કે એક યોગ્ય બૅલેન્સ સાથે ખાવાનું ખાઓ. હું ખૂબ સારા પ્રમાણમાં પાણી પીઉં છું. રોજ સવારે એક મોટો મગ ભરીને હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવાનું. એ પછી પાણીમાં પલાળી રાખેલાં બદામ, કાળી દ્રાક્ષ અને અંજીર ખાઈ લઉં. એ પછી પપૈયું, કેળાં કે ઍપલ જેવાં ફળો ખાઉં. જો સમય હોય તો થોડાં ઈંડાં પણ ખાઈ લઉં. લંચમાં ઓછા તેલવાળાં દાળ, સબ્જી અને એક રોટલી હોય છે. હું રોટલી કે બ્રેડ વધારે નથી ખાતો. વધુપડતું હું દાળ, શાક અથવા ફણગાવેલાં કઠોળ ઘી નાખીને ખાવાનો આગ્રહ રાખું. બપોરે ફ્રૂટ કે લાઇટ નાસ્તો હોય. સાંજે જે ખાવાનું અવેલેબલ હોય એ ખાઈ લઉં છું. હું એમાં બહુ પર્ટિક્યુલર નથી. બસ, ખાવામાં રફ બૅલેન્સ રહે એનું ધ્યાન રાખું છું. મને મોટે ભાગે સાદું દેશી ખાવાનું વધુ ભાવે છે. ખીચડી અને દહીં, શામી કબાબ, દાળ-રાઇસ અને આચાર વગેરે મારા ફેવરિટ ફૂડ લિસ્ટમાં છે. મને વધુ ઑઇલી નથી ભાવતું. 

મારા સ્ટ્રેસ-બસ્ટર

મને મૂવીઝ જોવી ગમે છે. સંગીત ગમે છે. વધારાના સમયમાં નેટ-સર્ફિંગ કરીને મને મારું નૉલેજ વધારવું પણ ગમે છે. હું મારા સન સાથે વિડિયોગેમ રમું છું. આ સિવાય તો મુંબઈમાં કંઈ કરવા જેવું છે જ નહીં. તમે અહીં સાઇક્લિંગ ન કરી શકો. ફ્રી-વેમાં સ્કેટિંગ ન કરી શકો. દરિયામાં સ્વિમિંગ ન કરી શકો. મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં આ બધું જ કરવું મુશ્કેલ છે. આઇ હેટ જૉગિંગ ઇન મુંબઈ.