શું વારંવાર હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિય-ઉત્થાનમાં તકલીફ પડે ખરી?

10 September, 2020 11:23 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

શું વારંવાર હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિય-ઉત્થાનમાં તકલીફ પડે ખરી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- ડિવૉર્સી છું અને હવે સંતોષ માટે મૅસ્ટરબેશનનો જ સહારો લઉં છું. જ્યારથી ફિઝિકલ સંબંધો બંધ થયા છે ત્યારથી મૅસ્ટરબેશનનું પ્રમાણ પણ વધ્યું છે. લગભગ એ જ ગાળાથી મને રાતે પગમાં કળતરની સમસ્યા થઈ છે. પેઇનકિલર લઉં છું, પણ અસર ઊતરે એટલે ફરી દુખવા માંડે છે. ક્યારેક તો મને રોજ બે વાર હસ્તમૈથુન કરવાની આદત છે. એવું જોયું છે કે જ્યારે પણ વીર્યસ્ખલન વધી જાય ત્યારે દુખાવો પણ વધે છે. મારા દોસ્તોનું કહેવું છે કે વધુપડતું વીર્ય વહી જાય એને કારણે પણ હાડકાં અને શરીર નબળાં પડી જાય છે. આ જ કારણોસર હવે ફ્રીક્વન્સીમાં કન્ટ્રોલ રાખવાનો પ્રયત્ન કરું છું, પણ ખાસ ફરક નથી. મારે જાણવું છે કે મહિનામાં સરેરાશ કેટલી વાર હસ્તમૈથુન કરીએ તો શરીર નબળું પડતું અટકે? મારી આ આદતને કારણે હવે ઇન્દ્રિય પણ નબળી પડી ગઈ હોય એવું લાગે છે. શું વારંવાર હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિય-ઉત્થાનમાં તકલીફ પડે ખરી?
જવાબ- વીર્ય વહી જવાથી શરીર નબળું પડે છે એ વાતમાં સહેજ પણ તથ્ય નથી. તમે હસ્તમૈથુન કરો કે મૈથુન, એ બન્ને ક્રિયાને અને તમારાં હાડકાંના સ્વાસ્થ્યને કોઈ જ લેવાદેવા નથી. બીજી વાત એ કે તમને રોજ રાતે પગમાં કળતર થાય છે એ બતાવે છે કે તમને પગના સ્નાયુઓની તકલીફ છે. હાડકાંની તકલીફ હોય તો દિવસ દરમ્યાન પણ તમને ચાલવા-બેસવા-ઊઠવામાં તકલીફ પડવી જોઈએ.
વધુપડતા હસ્તમૈથુન જેવી કોઈ વસ્તુ જ નથી. જેમ વધુ મૈથુન કરવાથી ઇન્દ્રિયમાં નબળાઈ નથી આવતી એ જ પ્રમાણે હસ્તમૈથુનથી પણ કોઈ કમજોરી નથી આવતી. તમે ગમે એટલી વખત મૈથુનમાં રાચી શકો છો. એવું જ હસ્તમૈથુનનું છે. વધુ બોલવાથી જેમ જીભ કમજોર નથી થઈ જતી અને ચૂપ રહેવાથી તાકાતવાન નથી બની જતી એવું જ કંઈક ઇન્દ્રિયનું પણ છે. ઇન્દ્રિય અને જીભને સરખાવવાનું કારણ એટલું કે જીભ અને ઇન્દ્રિય બન્ને શરીરના સેન્ટરમાં આવેલી છે, બન્નેમાં લોહીનો પ્રવાહ વધુ હોય છે અને બન્નેમાં હાડકાં નથી હોતાં. પગની તકલીફ માટે તમારે નિષ્ણાતને બતાવવાની જરૂર છે. માત્ર પેઇનકિલર્સ લેવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય એવું બની શકે છે.

sex and relationships dr ravi kothari