યોગ કરવા જતાં ગળાની નસ ફાટી ગઈ અને સ્ટ્રોક આવ્યો

26 March, 2019 10:22 AM IST  | 

યોગ કરવા જતાં ગળાની નસ ફાટી ગઈ અને સ્ટ્રોક આવ્યો

યોગ કરવા જતાં ગળાની નસ ફાટી ગઈ અને સ્ટ્રોક આવ્યો

 અનેક ફાયદાઓ કરાવતો યોગ જો સાચી રીતે ન કરવામાં આવે તો ક્યારેક ઊલમાંથી ચૂલમાં પડી જવાય છે. અમેરિકાના મૅરિલૅન્ડ રાજ્યના ગ્રૅમ્બિþલ્સ ટાઉનમાં રહેતાં 40 વર્ષનાં રેબેકા લેઇ નામનાં બહેન યોગનાં એક્સપર્ટ હોવા છતાં તેમની સાથે પણ જબરો હાદસો થયો હતો. રેબેકા નિયમિતપણે સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સને વિવિધ યોગાસન કેવી રીતે કરવાં એનું ટ્યુટોરિયલ્સ આપતી હતી અને તેના લગભગ 26,000 ફૉલોઅર્સ પણ હતા.

 જોકે બે મહિના પહેલાં તે હૅન્ડસ્ટૅન્ડ પોઝ એટલે કે અધો મુખ વક્રાસનનો ટ્યુટોરિયલ્સ વિડિયો બનાવી રહી હતી ત્યારે અચાનક જ તેના ગરદનની રક્તવાહિની ફાટી ગઈ. એ જ ઘડીએ તેને ખબર ન પડી, પણ થોડા જ કલાકોમાં સ્ટ્રોકનાં લક્ષણો દેખાયાં. માથું ફાટી જાય એટલો દુખાવો થવા સાથે યાદશક્તિ ગાયબ થવા લાગી, બોલવા માટે મોં ખોલવા છતાં અવાજ ન નીકYયો અને એક તરફનું અંગ સાવ જ નર્જિીવ થઈ ગયું. લક્ષણો દેખાવાની સાથે જ તેને સારવાર મળી ગઈ એટલે તે બચી ગઈ.

 

આ પણ વાંચો: શું તમને ગરમા ચા પીવી ગમે છે, તો ચેતી જજો, કેન્સર થઇ શકે છે

 

 લગભગ ચારથી છ વીક તે પથારીવશ રહી હતી. જોકે હવે રિકવરી આવી ગયા પછી ફરીથી તેણે યોગની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ફરીથી તેણે યોગનાં ટ્યુટોરિયલ્સ આપવાનું શરૂ કરી દીધું છે. જોકે હાલ પૂરતું તે જોખમી કહેવાય એવાં આસનો ટાળે છે.

yoga