23 September, 2019 08:35 PM IST | Mumbai
Mumbai : ઋતુ બદલાય એટલે શરદી અને તાવ આવવો સામાન્ય વાત છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે કે દિવસો સુધી શરદી અને તાવના કારણે આરામ કરવો પડે છે અને તેના કારણે ઘણો સમય અને શક્તિ વેડફાય છે. કેટલીય દવાઓ અને ઘરેલુ ઉપચાર કર્યા બાદ શરદી અને તાવ સંપૂર્ણ રીતે મટી શકે છે. પરંતુ હવે એક નવાં સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે, આ શરદીને ખાસ પ્રકારનાં પ્રોટીનથી મટાડી શકાય છે.
સિઝન થોડી પણ બદલાય કે તરત જ વાઇરસ સક્રિય થઈ જાય છે અને લોકોની રોગપ્રતિકારક શક્તિને જકડી લે છે. આ તાવ અને શરદીનો અત્યાર સુધી કોઈ રામબાણ ઈલાજ શોધી નથી શકાયો કારણ કે, વૈજ્ઞાનિક જ્યારે પણ કોઈ નવી વેક્સિન લઇને આવે ત્યારે તે શરદી-તાવના તમામ લક્ષણો પર અસર નથી કરી શકતી. પરંતુ સ્ટેનફોર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ ચેપગ્રસ્ત કોષો શોધી કાઢ્યા છે. નેચર માઇક્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગના વાઇરસ માનવ કોષોમાં રહેલા પ્રોટીનનો ફાયદો ઉઠાવે છે. આ વાઇરસ એન્ટ્રોવાઇરસના પ્રકારો છે.
વૈજ્ઞાનિકોએ શોધી કઢ્યું કે, આ વાઇરસથી બચવા માટે પ્રોટીનની મદદ લઈ શકાય છે અને આ પ્રોટીન કયું છે. વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ ગ્રોઇંગ હ્યુમન સેલ કલ્ચર પર ધ્યાન આપ્યું. દરેક જીનનું સંપૂર્ણ પરીક્ષણ કર્યા પછી એ શોધવામાં આવ્યું કે કયા જીનમાં પ્રોટીન છે, જે વાઇરસ પર અસર કરે છે.
આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો
આ પરીક્ષણ પછી બે અલગ અલગ પ્રકારના વાયરસ બહાર આવ્યા. જેમાંથી પહેલો RV-C15 છે, જે અસ્થમામાં વધારો કરે છે અને બીજો EV-D68 છે, જે પોલિયો રોગનું કારણ બને છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, આ વાઇરસ SETD3 નામના એન્ઝાઇમની હાજરીમાં વધે છે. આ સંશોધન શરદી અને તાવની સારવારમાં મદદરૂપ થઈ શકે છે.