બ્લીચ ફેશિયલ કર્યા વગર 15 મિનિટમાં મેળવો સુંદરતા

24 March, 2019 06:47 PM IST  | 

બ્લીચ ફેશિયલ કર્યા વગર 15 મિનિટમાં મેળવો સુંદરતા

પ્રતીકાત્મક તસવીર

દરેક છોકરી સુંદર, ફેર અને હેલ્ધી ત્વચાની આશા રાખતી હોય છે માર્કેટમાં મળતાં કેમિકલયુક્ત પ્રૉડક્ટ્સ દરેકના ચહેરા પર અસર કરે તે જરૂરી નથી અને તેના રેગ્યુલર ઉપયોગથી તે હાનિકારક પણ નીવડી શકે છે. તો જો એવામાં તમે ઘરગથ્થુ ઉપાયોથી તમારી સ્કિનને સુંદર બનાવી શકો તો સ્કિન પણ સોફ્ટ રહેશે અને તમને સારો ગ્લો પણ મળશે તો તેનાથી ઉત્તમ બીજુ શું હોઈ શકે?

લીંબુ અને મધથી મેળવો સોફ્ટ સ્કિન

તમારી સ્કિન પર ઈન્સ્ટન્ટ ગ્લો જોવા માટે તમે લીંબુ અને મધના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. આ બધી જ ટાઈપના સ્કિનટોન માટે ફાયદાકારક હોય છે પણ મધની ક્વોલિટી સારી વાપરવી. એક લીંબુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને સૂકાવા દેવી. ત્યાર બાદ સાધારણ ગરમ પાણીથી મોં ધોઈ લેવું. અઠવાડિયામાં આવી રીતે 3-4 વાર ચહેરા પર આ પેક લગાડવાથી તમારી સ્કિન સોફ્ટ થઈ જશે.

આ પણ વાંચો : હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં ચેતજો, નહીં તો થઈ જશો હેરાન

દહીં અને બેસનના ઉપયોગથી બનાવો તમારી ત્વચાને સુંદર અને ગ્લોઈંગ

દહીં અને બેસન (ચણાનો લોટ) તમારા ચહેરાની સુંદરતા વધારવામાં મદદરૂપ બની શકે છે. તેની માટે તમારે દહીં અને ચણાના લોટનો પેક બનાવવાનો રહેશે આ પેક તમારા ચહેરા પર નેચરલ બ્લીચ જેમ તમારી સ્કિનને ગોરી બનાવી દેશે. બે ચમચી દહીંમાં એક ચમચી બેસન સારી રીતે મિક્સ કરીતેની પેસ્ટ ચહેરા પર લગાડવી. આ પેક ચહેરા પર સુકાઈ ગયા પછી નવશેકા પાણીથી મોઢું ધોઈ લેવું.

beauty and the beast life and style