ઘરગથ્થુ ઉપાય: બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવામાં આ ઉપાયો કરશે મદદ

04 June, 2019 02:45 PM IST  | 

ઘરગથ્થુ ઉપાય: બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવામાં આ ઉપાયો કરશે મદદ

બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં મદદરૂપ થશે આ ઉપાયો

બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે પીડાદાયક ઉપાયો કરવાને બદલે, તમે કેટલાક સરળ ઘરગથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો. આ સરળ ઉપાયો તમારી સ્કીનને ગ્લોઇંગ અને ક્લીન બનાવવામાં મદદરૂપ બનશે. આ ઉપાયમાં તમારે નાકને કે પિમ્પલ્સને દાબીને કે પીડા સહન કરવાની નથી. તો હવે તમારે બ્લેકહેડ્સ બાબતે ચિંતા કરવાની જરૂર નથી અને બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટે આ સરળ ઉપાયો જાણો અહીં.

બ્લેકહેડ્સ રિમૂવ માટે કઇ રીતે ટામેટાં થશે ઉપયોગી

ટામેટાં સૌથી સામાન્ય સામગ્રી છે તમારા રસોડામાં, ટામેટું એવા ગુણોથી ભરપૂર છે જે ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. રાત્રે કેટલાક ટામેટાનું અર્ક લેવું અને તેને તમારી ચામડી પર લગાડવું અને સવારે તમારો ચહેરો સારી રીતે ધોઇ લેવો.

બૅકિંગ સોડાથી કરો બ્લેકહેડ્સ રિમૂવ
બૅકિંગ સોડા પણ રસોડામાં મળી રહે તેવી સામગ્રી છે. જે ચામડી માટે પણ ઉપયોગી રહે છે. બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટે એક ચમચી બેકિંગ સોડા અને બે ચમચી પાણી લેવું. એક પેસ્ટ બનાવી તેને સારી રીતે મિક્સ કરવું. આ પેસ્ટ જ્યાં બ્લેકહેડ્સ હોય તેવી જગ્યાએ લગાડવી અને ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી રાખવી. ત્યાર બાદ ચહેરો નવશેકા પાણીથી સારી રીતે ધોઇ લેવો.

ઇંડાના સફેદ પડથી બ્લેકહેડ્સ થશે રિમૂવ
ઇંડાનો સફેદ પડ બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટે લોકપ્રિય ઉપાય છે. એક ચમચી મધ અને ઇંડાનું સફેદ પડ લેવું. તેને સારી રીતે મિક્સ કરવું અને જરૂરી જગ્યાએ આ મિશ્રણ લગાડવું. મિશ્રણને સંપૂર્ણ પણે સૂકાવા દેવું. સૂકાઇ ગયા પછી તેને પાણીથી ધોઇ લેવું. આ ઉપાય અઠવાડિયામાં એક થી બે વાર કરવો.

ગ્રીન ટી પણ રહેશે ઉપયોગી


ગ્રીન ટી થી થતાં લાભ આપણને સૌને ખબર જ છે પણ શું તમે જાણો છો કે ગ્રીન ટી બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં પણ મદદરૂપ થઇ શકે છે. આ તમારા ચહેરા પરના ડર્ટને ક્લિન કરવામાં મદદ કરશે. તમારી ત્વચાને રિપેર કરવાનું કામ કરશે. ગ્રીન ટીના કેટલાક પાંદડા લેવા તેમાં પાણી મિક્સ કરવું. એક ઘટ્ટ પેસ્ટ બનાવવી. આ પેસ્ટ લગભગ 15-20 મિનિટ સુધી લગાડવી. ત્યાર બાદ ચહેરો નવશેકા પાણીથી ધોઇ લેવો.

હળદર પણ છે ઉપયોગી
હળદર એ બધાં જ ગુણો ધરાવે . જે ત્વચાને ઉપયોગી હોય છે. એક મોટી ચમચી હળદરના પાઉડરમાં બે ચમચી પુદીનાનો રસ નાંખી પેસ્ટ બનાવવી. તેને સારી રીતે મિક્સ કરવું જરૂરી છે. આ પે્ટ જ્યાં બ્લેકહેડ્સ થયા હોય ત્યાં લગાડીને સૂકાવા દેવી. સંપૂર્ણપણે સૂકાઇ ગયા પછી ચહેરો પાણીથી ધોઇ લેવો. ત્યાર બાદ ચહેરા પર મોઇશ્ચ્યુરાઇઝર લગાડવું.

આ પણ વાંચો : આયુર્વેદિક ઉપાય : ગરમીમાં પીઓ આ દેશી પીણું, મોટાપો ઘટશે અને લોહી વઘશે

નાળિયેર તેલથી પણ મેળવી શકો છો બ્લેકહેડ્સથી છૂટકારો

 


નાળિયેર તેલ ચહેરા પર રહેલી ડેડસ્કીન અને ડર્ટ ક્લીન કરવામાં મદદરૂપ બને છે. નાળિયેર તેલ ચામડી પર લગાડીને સારી રીતે માલિશ કરવી. થોડી વાર રહેવા દેવું જેનાથી ચામડીમાં રહેલો ભેજ શોષાઇ જાય. તમે આ ઉપાય દરરોજ કરી શકો છો.

health tips