સર્જરી પહેલાં હીમોગ્લોબિન વધારવું પડશે, એ માટે કેવો ડાયટ લેવો?

31 October, 2011 07:48 PM IST  | 

સર્જરી પહેલાં હીમોગ્લોબિન વધારવું પડશે, એ માટે કેવો ડાયટ લેવો?



- ડૉ. યોગિતા ગોરડિયા ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ

સવાલ : મારી ઉંમર ૪૬ વર્ષ છે. મને ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ્સ થઈ છે. એક-બે વાર તો ઓગાળી કાઢી હતી, પણ હવે ખૂબ મોટી થઈ ગઈ હોવાને કારણે ખૂબ પરેશાની થાય છે. એને કારણે બ્લીડિંગ પણ પુષ્કળ થાય છે. બ્લીડિંગ અટકાવવા માટે હવે ડૉક્ટર કહે છે કે ફાઇબ્રૉઇડ્સ સર્જરી કરાવીને કાઢી નખાવી પડશે. આ માટે જરૂરી બ્લડ-ટેસ્ટ કર્યા તો મારું હીમોગ્લોબિન ખૂબ જ ઓછું છે. ડૉક્ટર કહે છે કે જ્યાં સુધી એ લેવલ નહીં સુધરે ત્યાં સુધી સર્જરી કરવી અશક્ય છે. જો બ્લડ-લૉસ વધુ થાય તો આનાથી જાનને જોખમ છે. જલદીથી હીમોગ્લોબિન વધારવા માટે શું કરવું? ડાયટ તેમ જ સપ્લિમેન્ટ્સ કયાં લેવાં એ જણાવશો.

જવાબ : જ્યારે ઇન્સ્ટન્ટ હીમોગ્લોબિન વધારવું હોય ત્યારે આયર્ન અને ફૉલિક ઍસિડ વધે એવાં સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ. રોજ રાત્રે એ માટે બ્શ્વંશ્ફૂશ્વ હૃદ્દની એક ગોળી લેવી. એ ઉપરાંત ડાયટમાં થોડીક કાળજી રાખવી જરૂરી છે. બે સમય સંતુલિત ભોજન લેવું ને નાસ્તામાં પણ ફરસાણ, મીઠાઈઓ, ફાસ્ટ-ફૂડ, જન્ક-ફૂડ જેવી ચીજો ન લેવી. બપોરના નાસ્તામાં મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ, સિંગ-ચણા અને ગોળ, મિક્સ વેજિટેબલ્સ અને કઠોળની ભેળ તેમ જ ગોળની ચિક્કી જેવી ચીજો લઈ શકો છો.

આયર્નને ઍબ્ઝોર્બ થવા માટે વિટામિન સીની જરૂર પડે છે. એ માટે પેરુ અને આમળાં બે ઉત્તમ છે. રોજ સવારે પા કપ આમળાંનો જૂસ લઈ શકાય. ઘઉંના લોટમાં જુવાર-બાજરી, નાચણીનો લોટ મિક્સ કરીને વાપરવો. એક કરતાં વધુ લોટ મિક્સ કરીને એમાં પાલક, તાંદળજો, મેથી જેવી ભાજી મેળવીને રોટલી કે ભાખરી બનાવવી. દલિયા અને ફાડાની ખીચડી પણ ઉત્તમ છે.  મલાઈ વિનાનું દૂધ અને દહીં રોજ લઈ શકાય, કેમ કે એમાંથી પ્રોટીન અને વિટામિન્સ બન્ને મળે છે. કુદરતી ઉપચારની દૃષ્ટિએ જોઈએ તો ઘઉંના જ્વારાનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.