લૉકડાઉનમાં ઘરે કરો જીમ:ફિટનેસના સાધનો ઓનલાઈન સર્ચ કરનારાઓની સંખ્યા વધી

20 May, 2020 09:03 PM IST  |  Mumbai | IANS

લૉકડાઉનમાં ઘરે કરો જીમ:ફિટનેસના સાધનો ઓનલાઈન સર્ચ કરનારાઓની સંખ્યા વધી

પ્રતિકાત્મક તસવીર

ઓફિસ જતા લોકો માટે ઘરે રહીને કામ કરવું એ નવી વાસ્તવિકતા છે, કારણકે કોરોના વાયરસે સામાન્ય જીવન ખોરવી નાખ્યું છે અને બધાને ઘરે રહેવાની ફરજ પાડી છે. આ પરિસ્થિતિમાં બહાર જવાની તક નથી અને જીમ પણ બંધ છે એટલે ફિટનેસ પ્રેમીઓ એક્ટિવવેર અને જીમ તેમજ ફિટનેસના સાધનોની ઓનલાઈન ખરીદીની દીશામાં આગળ વધ્યા છે.

સોશ્યલ ડિસટન્સિંગ નવી ફેશન બની ગઈ હોવાથી લોકોએ ઘરમાં જ જીમ જેવી વ્યવસ્થા કરી છે અને ફિટનેસ પ્રત્યેનો પ્રેમ અકબંધ રાખી રહ્યાં છે. હવે ઘરમાં જ રહીને શરીરની તંદુરસ્તીની કાળજી રાખવાની હોવાથી ગ્રાહકો આરામદાયક વસ્ત્રો અને ફીટનેસના સાધનો ઓનલાઈન શોધી રહ્યાં છે. જેથી તેઓ ઘરમાં જ કસરત કરી શકે.

ઈ-કોર્મસ કંપની ફ્લિપકાર્ટે નોંધ્યુ છે કે, દરેક ઉંમરના લોકો લાઈફસ્ટાયલ અને તંદુરસ્તી બાબતે જાગૃત થયા છે અને તે બાબતનો દિનચર્યામાં સામેલ કરવા માટે વ્યક્તિગત રીતે પગલા પણ લઈ રહ્યાં છે. હેલ્થી લાઈફસ્ટાયલ માટે લોકો યોગા અને લાઉન્જ પેન્ટ, સ્પોર્ટસ બ્રા, ટી-શર્ટ વગેરે ઓનલાઈન ખરીદી રહ્યાં છે. વિઝાગ, એર્નાકુલમ, ગુવાહાટી અને અલ્હાબાદ જેવા શહેરો સહિત દેશભરના ગ્રાહકોમાં સ્પોર્ટસ શૂઝની લોકપ્રિયતા વધી રહી છે. પુરૂષોના સ્પોર્ટસવેરમાં શોર્ટસ, ટ્રેક પેન્ટ, ટી-શર્ટ અને ટોપીની માંગમાં વધારો જોવા મળ્યો હોવાનું કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું.

ફોર્મલ કપડાની જગ્યા હવે આરામદાયક કપડાઓએ લીધી છે. હવે લોકો વર્કઆઉટના કપડા ખરીદી રહ્યાં છે. ફક્ત આરમદાયક અને સ્પોર્ટસના કપડા જ નહીં પરંતુ લોકો ફીટનેસના સાધનો જેવા કે યોગા મેટ, સાયકલ, ટ્રેડ મીલ, ડમ્બેલ્સ અને સહાયક ઉપકરણો વિષે પણ સર્ચ કરી રહ્યાં છે. હૈદરાબાદ, નવી દિલ્હી, ચેન્નઈ, પુણે, મુંબઇ, કોલકાતા, પટણા, એર્નાકુલમ અને લખનઉના ગ્રાહકો ફિટનેસ એસેસરીઝ અને ઉપકરણોની ખરીદી માટે ઉત્સુક છે.

સર્ચ પરથી જાણી શકાય છે કે, લોકો વર્કઆઉટની સાથે સાથે રમતગમતના સાધનોની પસંદગી પણ કરે છે. સર્ચ લિસ્ટમાં બેડમિન્ટન અને ક્રિકેટ બેટ મોખરે છે. તાજેતરમાં નવી ઈન્ટ્રોડયુસ થયેલી બ્રાન્ડસ જેવી કે, અન્ડર આર્મર, કલ્ટ સ્પોર્ટસ, વન 8 બાય વિરાટ કોહલી, એટીટયુડ બાય ક્રિસ ગેલ વગેરેએ ગ્રાહકોને પસંદગી માટે ઉત્પાદનોનો વધુ વ્યાપક સંગ્રહ આપ્યો છે.

lockdown life and style health tips