કોરોનાથી બચવા માટે મીઠાવાળાં ગરમ પાણીના કોગળા કારગર, જાણો વધુ

22 May, 2020 04:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી બચવા માટે મીઠાવાળાં ગરમ પાણીના કોગળા કારગર, જાણો વધુ

ગરમ પાણીના કોગળા કોરોનાની સારવારમાં કારગર

કોરોના વાયરસની વેક્સિનને લઈને આખા વિશ્વમાં ચાલતી રિસર્ચની રિપોર્ટમાં જુદી જુદી વાતો સામે આવી રહી છે. કારણકે આ વાત રિસર્ચ પછી કહેવામાં આવી રહી છે તેથી તેને નકારી શકાય નહીં. આવી જ એક રિસર્ચ એડિનબર્ગ યૂનિવર્સિટીમાં કરવામાં આવી છે. ધ સનમાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે આ રિસર્ચમાં જે વાત સામે આવી છે તે ભારતીય પરંપરા અને તેની માન્યતાઓને હજી વધારે દૃઢ કરનારી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. આ રિસર્ચની રિપોર્ટ દ્વારા સંશોધકોએ લોકોને આ પ્રયોગ કરવાની સલાહ આપી છે.

અખબારના ડિજીટલ એડિશનમાં પ્રકાશિત આ રિપોર્ટ પ્રમાણે શરદી-તાવથી બચવા માટે સામાન્ય રીતે ડૉક્ટર આપણને ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાની સલાહ આપે છે હવે આ જ થેરેપી કોરોનાથી બચવા માટે પણ કારગર સાબિત થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે એડિનવર્ગ યૂનિવર્સિટીની શોધ બાદ પછી આ વાતની પુષ્ટિ કરી છે. તેમના પ્રમાણે, સતત મીઠાવાળાં પાણીથી કોગળા કરવાથી કોરોનાથી બચી પણ શકાય છે, જો દરદીઓને પણ આ આપવામાં આવે તો તેમના જલદી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. જર્નલ ઑફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અધ્યયન પ્રમાણે, આમાં બીમારીથી લડવા અને સંક્રમણ પર પ્રભાવી અસર પાડવાની ક્ષમતા છે.

એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાથી સંક્રમિત 64 લોકો પર શોધ કરી છે. આમાં 32 લોકોને દરરોજ 12 વાર મીઠાવાળાં પાણીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી. અન્ય લોકોની સામાન્ય રીતે સારવાર કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ શોધમાં ખબર પડી કે જે લોકો કોગળા કરતાં હતા તે અન્ય લોકોની તુલનામાં જલ્દી સ્વસ્થ થઈ ગયા. લગભગ અઢી દિવસમાં પહેલા સ્ટેજના સંક્રમણ ધરાવતા દરદીઓનું સંક્રમણ ખતમ થઈ ગયું. થોડાંક દિવસ પહેલાના એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ફક્ત 30 સેકેન્ડ સુધી કોગળા કરવાથી વાયરસનું જોખમ ઘણી હદે ઘટી જાય છે.

અહીં એ પણ જણાવીએ કે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાની રીત પ્રાચીન કાળથી ભારતીય ઇતિહાસનો ભાગ રહી છે. આને આયુર્વેદનો એક ભાગ પણ માનવામાં આવે છે. આ રીતે કોગળા કરવાથી ન ફક્ત ગળાના દુઃખાવામાં રાહત મળે છે પણ આ સિવાય ગરમ પાણી પીવાથી મોઢાની અંદર ગયેલી ધૂળ અને ઝેરી ધુમાડો પણ સાફ થઈ જાય છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણીવાર પોતાના સંબધોનમાં ગરમ પાણી પીવાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. આયુષએ આપેલી સારવામાં પણ આનો સામેલ કરવામાં આવ્યું છે. તેમણે પોતે ઘણીવાર આયુષ દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન્સ ફૉલો કરવાની અપીલ દેશવાસીઓને કરી છે.

coronavirus covid19 national news health tips