ફિટનેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઍક્ટિવ રહો

14 November, 2011 10:25 AM IST  | 

ફિટનેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઍક્ટિવ રહો



(ફિટનેસ Funda)

મેં મારી ફિટનેસ માટે કે મારા જેકોઈ સિક્સ કે એઇટ પૅક્સ છે એ માટે કોઈ એક્સ્ટ્રા પ્રયાસ કર્યા નથી કે નથી ક્યારેય કોઈ બીજાની ફિટનેસ-ટિપ્સને ફૉલો કરી. મેં હંમેશાં મારી બૉડીના ઑર્ડર અને બૉડી-ક્લૉકને ફૉલો કરી છે. ઍક્ચ્યુઅલી, આ ફન્ડા માર્શલ આર્ટ્સના બેઝિક રૂલમાં આવે છે. એમાં શીખવવામાં આવે છે કે દરેક પર્સનનું બ્લડ-ગ્રુપ અલગ હોય છે અને અલગ-અલગ બ્લડ-ગ્રુપની વ્યક્તિના બૉડી-પાવર અલગ-અલગ હોય છે. આ જ કારણે અમારી માર્શલ આટ્ર્સની ટ્રેઇનિંગ દરમ્યાન ક્યારેય કોઈને એક ટાઇપનું ડાયટ-લિસ્ટ કે એક્સરસાઇઝ સજેસ્ટ કરવામાં નથી આવતી.

ફિટનેસ માટે સૌથી ઇમ્ર્પોટન્ટ છે કે આપ ઍક્ટિવ રહો. જો તમારી પાસે જિમ કે એક્સરસાઇઝ કરવા માટે સમય ન હોય, પણ તમે ઍક્ટિવ રહેતા હો તો તમને એક્સરસાઇઝની રિક્વાયર્મેન્ટ ઓછી રહેશે. જો તમારી જૉબ એ પ્રકારની હોય કે તમારે મૅજોરિટી ટેબલ-વર્ક કરવાનું આવતું હોય તો તમે દિવસ દરમ્યાન વૉક કરવાનું કે અપાર્ટમેન્ટની લિફ્ટને બદલે પગથિયાં યુઝ કરવાનું શરૂ કરી દો તો પણ ખૂબ જ ફરક પડશે. જે રીતે અત્યારે જિમનો ક્રેઝ શરૂ થયો છે એ ખોટો છે. જિમમાં તેમણે જ જવાનું હોય જેમણે બૉડીને શેપ-અપ કરવાની હોય, નહીં કે જેમણે નૉર્મલ અને રૂટીન ફિટનેસ મેળવવાની હોય. નૉર્મલી મારી બૉડીને જોઈને બધા એવું ધારી લે છે કે હું મારો મોટા ભાગનો સમય જિમમાં પાસ કરતો હોઈશ, પણ એ બિલકુલ ખોટું છે. હું વીકમાં એકથી બે દિવસ હાર્ડલી જિમમાં જતો હોઈશ.

કેવો હોય છે મારો રૂટીન દિવસ

નૉર્મલી મારો દિવસ સવારે પાંચ વાગ્યે શરૂ થાય છે. સવારમાં હું કશું ખાતો નથી, પણ ફક્ત પાણી પીઉં છું. એ પછી હું સાડાપાંચ વાગ્યા સુધીમાં ધારાવી જાઉં છું, ત્યાં હું અને ત્યાંના લોકલ બૉય્ઝ જિમ્નેશ્યમ અને માર્શલ આર્ટ્સ શીખવીએ છીએ. સાડાઆઠ વાગ્યા સુધી અમે અહીં હોઈએ છીએ અને એ પછી બધા છૂટા પડીએ. ઘરે આવીને ફ્રેશ થયા પછી જો મૂડ હોય તો હું જિમમાં જાઉં અને મૂડ ન હોય તો મારો બ્રેકફાસ્ટ પૂરો કરું. મેઇનલી હું કોઈ ડાયટ-ચાર્ટને ફૉલો નથી કરતો. હું બધું ખાઉં છું, પણ એક વાત છે કે હું પેટ ભરીને નથી ખાતો અને જે ખાવાથી નુકસાન થવાની વાતો થતી હોય છે એવી આઇટમ હું લિમિટમાં ખાઉં છું, જેમ કે ગુલાબજાંબુ હોય તો બીજા લોકો પોતાની ઇચ્છા મુજબના ખાશે, પણ હું એક કે બે જ ખાઈશ. હું ડેરી-પ્રોડક્ટસ પણ કોઈ જાતના હૅઝિટેશન વિના ખાઉં છું. ઍક્ચ્યુઅલી એમાં કંઈ ખોટું નથી. મને ખબર છે કે હું એ બધી કૅલરી બર્ન કરી શકવાનો છું એટલે હું એ ફૂડ ખાઉં છું. આ એ જ વ્યક્તિ નક્કી કરી શકે જે વ્યક્તિને પોતાનું રૂટીન ખબર હોય. આને માટે કોઈ ફૂડ-ચાર્ટની કે ડાયેટિશ્યનની જરૂર હોય એવું મને લાગતું નથી.

લંચ મારું સાડાબારથી એક વાગ્યા વચ્ચે હોય છે. હું ક્યારેય ઊભાં-ઊભાં કે ડાઇનિંગ ટેબલ પર લંચ કે ડિનર લેતો નથી. નીચે જમીન પર પલાંઠી મારી જમવા બેસવાથી ફૂડની ક્વૉન્ટિટીનો સાચો આઇડિયા આવતો હોય છે અને પેટમાં ૧૦થી ૨૦ ટકા જગ્યા ખાલી રહે છે, જે જરૂરી છે. લંચ અને ડિનર વચ્ચે મને ભૂખ લાગે તો હું રૉસ્ટેડ સ્નેક્સ લેવાનું પસંદ કરું છું. માર્શલ આર્ટ્સની થિઅરી મુજબ બૉડીને ઑઇલ કે શુગરની સૌથી ઓછી જરૂર હોય છે એટલે હું એ થિઅરીને ફૉલો કરું છું. હું નૉન-વેજિટેરિયન છું. મને નથી લાગતું કે બૉડી-બિલ્ટ કરવા માટે ક્યાંય નૉન-વેજની જરૂર હોય.

પ્રોટીન-સપ્લિમેન્ટ્સ તરીકે સોયાબીન બેસ્ટ છે. દિવસમાં એક વાર તો હું ચોક્કસ સોયાબીનની કોઈ વરાઇટી ખાઉં છું. ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટસ્ પણ મને ભાવે છે એટલે દિવસમાં એક વાર એ પણ ખાઉં. લંચ કે ડિનર કર્યા પછી હું જનરલી ૧૫ મિનિટ સુધી પાણી નથી પીતો. આ આદત મને મારા ફાધર પાસેથી મળી છે. કહેવાય છે કે આયુર્વેદમાં પણ જમ્યા પછી પાણી પીવાની ના પાડી છે, શું કામ આવું છે એ મને ખબર નથી.

પૉઝિટિવિટી આપે એનર્જી

અગેઇન, આ માર્શલ આર્ટ્સનો ફન્ડા છે. માર્શલ આર્ટ્સ આમ જોઈએ તો ફાઇટ છે, પણ આ ફાઈટ સેલ્ફ-ડિફેન્સના પર્પઝથી જ શીખવવામાં આવે છે. માર્શલ આર્ટ્સમાં જ અમને શીખવવામાં આવ્યું હતું કે માઇન્ડમાં જો નેગેટિવિટી હશે તો નાનામાં નાનો પ્રૉબ્લેમ પણ બહુ મોટો થઈ જશે અને પૉઝિટિવિટી હશે તો બિગેસ્ટ પ્રૉબ્લેમ ફેઝ કરવાની સ્ટ્રેન્ગ્થ આવશે. આ સાચું છે. પૉઝિટિવિટીથી એનર્જી મળતી હોય છે જેને મેં પોતે ફીલ કરી છે. પૉઝિટિવિટીથી થાક નથી લાગતો, ન ગમતી વ્યક્તિ સાથે બેસવાનો કંટાળો પણ ન આવે અને સૌથી ઇમ્ર્પોટન્ટ આસપાસનું ઍટમોસ્ફિયર પણ ગમે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ