COVID-19: કોરોના સંકટ દરમિયાન મદદરૂપ 'મેંટલ ટૂલકિટ', એક્સપર્ટની રાય

01 April, 2020 07:47 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

COVID-19: કોરોના સંકટ દરમિયાન મદદરૂપ 'મેંટલ ટૂલકિટ', એક્સપર્ટની રાય

કોરોના ફક્ત શારીરિક બીમારી નથી. તેના ફેલાવાથી વિશ્વભરમાં લોકોને પોતાના ઘરમાં કેદ થવા મજબૂ કરી દીધા છે. આથી લોકો અનેક પ્રકારની ચિંતાઓમાં ઘેરાઇ રહ્યા છે. ડેઇલી મેલની એક રિપોર્ટ પ્રમાણે લૉકડાઉનની અસર આપણાં માનસિક સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી છે. એવામાં બ્રિટિશ મનોવૈજ્ઞાનિક અને લેખક ડૉ. મેક્સ કેટલાક એવા ઉપાયો (મેન્ટલ ટૂલકિટ) જણાવી રહ્યા છે, જેથી લૉકડાઉનના મુશ્કેલ સમયમાં થોડીક રાહત અને સકારાત્મકતાનો ભાવ અનુભવાય. ડૉ. મેક્સના કહ્યા મુજબ, કેટલીક એવી સામાન્ય વાતો છે, જે ફક્ત સંકટ સમયમાં નહીં પણ તમને સામાન્ય સમય દરમિયાન પણ આગળ વધવામાં મદદરૂપ બનશે. તો આ છે કેટલીક ટિપ્સ...

બીજાની આત્મકથા વાંચો:
સંકટ અને કપરા પડકારોનો સામનો કરી વિજેતા બનેલા લોકોની આત્મકથા વાંચો. કારણકે તમારી પોતાની મુશ્કેલીઓ અને કઠણાઇઓ પાર પડવામાં લોકોની આત્મકથામાંથી તમને સારી શીખ મળી શકે છે.

રૂટીન:
આ ખૂબ જ મહત્વનું છે. આપણે આદતો અને રૂઢીઓ ધરાવતાં પ્રાણી છીએ. આપણે આપણાં જીવનમાં એક પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. જે આપણે જાળવી રાખવી જોઇએ. આ માટે દિવસની બે ભાગમાં વહેંચણી કરી દેવી જોઇએ અથવા સમયપત્રક બનાવવું જોઇએ. ડેલી મેલ પ્રમાણે તમારું ઘર કેટલુંય નાનું કેમ ન હોય, પણ તેમાં કામ, વ્યાયામ અને આરામ સહિત અન્ય ગતિવિધિઓ માટે જગ્યા નક્કી કરવી જરૂરી છે. ખાવા-સુવાનો સમય નક્કી કરવો જોઇએ. હાલ ઘણાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને તેમાંથી કેટલાકે એક શેડ્યૂલ પણ બનાવી લીધું છે. છતાં સવારે પથારી છોડવામાં સુસ્તી થાય છે. અને સવારે લૅપટૉપ અને મોબાઇલ ફોન પર જ કામ કરવાનું શરૂ કરી દે છે - પણ આમ ન કરવું.

પોતાનું એક ધ્યેય નક્કી કરવું :
તમે હંમેશાં કોઇ નવલકથા વાચવા કે કોઇ અન્ય કાર્ય કરવાનું વિચારતાં હશો. હાલ તે કામ પૂર્ણ કરવા માટેનો યોગ્ય સમય છે. જો તમે આ કામ કરી લો છો તો તમે પોતાના સમયનો સદુપયોગ કર્યો તેવો અનુભવ કરશો. જે લોકોને કામ નથી તે સોફા પર પડ્યા રહે છે. ટીવી જોવામાં વ્યસ્ત રહીને સ્નેક્સનો આનંદ લેતાં હોય છે- આથી દૂર રહેવું. આ દિનચર્યામાં જો આલ્કોહોલ પણ ભાગ ભજવે છે તો તો હજી વધારે ખરાબ, આ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે.

લૉકડાઉનની પ્રાથમિકતા સ્વાસ્થ્યની સુરક્ષા જ છે. આ ઠીક છે કે તમે રિલેક્સ થવા માટે ટીવી જુઓ પણ ફિટ રહેવું જોઇએ અને એક્સરસાઇઝ પણ કરવી જોઇએ. આનું મહત્વ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બન્ને માટે વધારે છે.

કોઇપણ કળા-કૌશલ શીખો :
ઑનલાઇન અનેક કોર્સ ઉપલબ્ધ છે. પોતાના મગજની બૌદ્ધિકતા કે આનંદ માટે સક્રિય બનાવો. આથી તમને કોરોનાના સંકટ સામે લડવામાં મદદ મળશે. આનો લાભ એ પણ છે કે લૉકડાઉન દરમિયાન તમે કેટલીક સકારાત્મક વસ્તુઓ મેળવી ચૂક્યા હશો. દાખલા તરીકે તમે બીજી ભાષા શીખતાં હોવ તો તે તમે શીખી ગયા હશો.

coronavirus covid19 health tips