Coronavirus Effect: લોકોના માનસિક સ્વાસ્થય પર થઈ રહી છે ખરાબ અસર

31 March, 2020 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Effect: લોકોના માનસિક સ્વાસ્થય પર થઈ રહી છે ખરાબ અસર

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)થી થતા શારીરીક પરિણામોથી તો બધા જ પરિચિત છે. પરંતુ આ વાયરસથી લોકોને માનસિક રીતે પણ અસર થઈ રહી છે તે બાબતથી કદાચ બહુ ઓછા લોકો પરિચિત હશે. Indian Psychiatric Society ના અહેવાલ મુજબ માનસિક રોગીઓની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે.

કોરોના વાયરસનો ફેલાવો અને લૉકડાઉનનું સીધું પરિણામ નાગરિકોની જીવનશૈલી પર થયું છે. સંપુર્ણ દેશમાં લૉકડાઉન હોવાથી ઘરની અંદર કે સુરક્ષિત સ્થળે રહેવા સિવાય લોકો પાસે બીજો કોઈ પર્યાય નથી. લૉકડાઉનને લીધે દરેક શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ લોકો તાજી હવાનો અનુભવ કરવા માટે બહાર જઈ શકતા નથી પરિણામે તણાવ વધી રહ્યો છે.

ઉપરાંત કોરોનાની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અણે ભારતના અર્થતંત્ર પર થઈ રહી છે. નોકરી-ધંધાના ટેન્શનને લીધે લોકોના માનસિક સ્વાસ્થય પર પણ અસર પડી રહી છે. ઈન્ડિયન સાઈકેટ્રીક સોસાયટીના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં માનસિક રોગીઓની સંખ્યામાં 15 થી 20 ટકા વધારો થયો છે. કોરોનાવાયરસના સંક્રમણનો પ્રભાવ વધ્યો ત્યારથી લોકોમાં નકારાત્મકતા પણ વધી છે. લોકોને પોતાના જઘરમાં કેદીની જેમ રહેવું પડતું હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઈન્ડિયન સાઈકેટ્રીક સોસાયટી ફૉર મેડિકલ રીસર્ચે જાહેર કરેલા આંકડા મુજબ દરેક પાંચ ભારતીયમાંથી એક ભારતીય માનસિક રોગની સમસ્યાઓથી પિડિત હોય છે. દેશવ્યાપી લૉકડાઉન અને જીવલેણ કોરોનાની પાર્શ્વભુમિ પર આ અંકડાઓમાં વધારો થઈ રહ્યો છે, જે બહુ ચિંતાજનક છે.

coronavirus covid19 life and style