હંટાવાઇરસ શું છે વળી? ચીનમાં દેખા દીધેલા આ વાઇરસને જાણો

24 March, 2020 06:11 PM IST  |  Yunnan | Chirantana Bhatt

હંટાવાઇરસ શું છે વળી? ચીનમાં દેખા દીધેલા આ વાઇરસને જાણો

હંટાવાઇરસ ઉંદરડાથી ફેલાય છે

કોરોનાવાઇરસની ચર્ચાઓ હજી શમી નથી ત્યાં તો ચીનના એક નવા વાઇરસે સમચારમાં ચમકવાનું નક્કી કરી લીધું છે. ચીનનાં અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં આવેલા એક રિપોર્ટ અનુસાર સોમવારે ચીનમાં ચુન્નાનનાં એક શખ્સનું મોત હંટા વાઇરસથી થયું છે ચાર્ટર્ડ બસમાં કામ કરવા માટે શેડેંગ જઇ રહ્યો હતો.

 હંટાવાઇરસ પણ હવે લોકોની જીભે ચઢ્યો છે અને લોકોમાં ડર પેઠો છે કે કોરોના પછી હવે આ હંટા પણ ભલભલાની ઉંઘ હરામ કરવામાં યોગદાન આપશે તો શું કરીશું? જો કે ચિંતા કરવાની જરૂર નથી, જાણો શા માટે?

સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં મતે હંટાવાઇરસ એ એવા વાઇરસનાં સમુહને સંલગ્ન છે જે મોટેભાગે ઉંદરડાથી પેદા થતો હોય છે તે કોરોનાની માફક નથી ફેલાતો. હંટાવાઇરસને કારણે લોકોને અનેક પ્રકારની બિમારીઓ થઇ શકે છે. તે હંટાવાઇરસ પલ્મનરી સિન્ડ્રમે અને હેમોરેજિક ફિવર સાથે રિનલ સિન્ડ્રોમ પેદા કરી શકે છે. આ રોગ હવાથી નથી પ્રસરતો અને તે એવા જ લોકોને થઇ શકે છે જે ઉંદરડાઓની લાળ, મળ વગેરેનાં સંપર્કમાં આવતા હોય અથવા તો જેને આ વાઇરસ હોય તે બીજી વ્યક્તિને બચકું ભરે તો આ વાઇરસનો ચેપ લાગી શકે છે.

હંટાવાઇરસ એક એવો વાઇરસ છે જે ફેફસા પર અસર કરે છે અને કિડનીની હાલત પણ બગાડી શકે છે. ચીનનાં કોરોના વાઇરસનાં ત્રાસ પછી આ હંટા વાઇરસે લોકોમાં ભારે ઉત્કંઠા જગાડી છે અને લોકો સોશ્યલ મીડિયા પર સતત તેને વિષે ચર્ચા કરી રહ્યા છે. હંટાવાઇરસથી બચવા માટે આપણે ઊંદરડાઓથી દૂર રહેવાની જરૂર છે અને ગંદકી તથા લાકડાની પટ્ટીઓ વગેરેની નજીક લાંબો સમય રહેવું પણ ટાળવું જોઇએ. કચરો એકઠો ન થવા દો, રોગપ્રતિકારક શક્તિ વધે તેવું ખાવ.આ વાઇરસ અચાનક જ નથી દેખાયો પણ તે જૂનો છે આ પહેલાં ૨૦૧૨માં અમેરિકામાં આ વાઇરસનાં ૪ દર્દીઓ નોંધાયા હતા, આ પહેલાં ઇઝરાયલમાં પણ આ વાઇરસ દેખાયો હતો. હંટાવાઇરસનાં લક્ષણોમાં થાક, તાવ અને સ્નાયુઓનો દુખાવો સામેલ છે વળી માથાનો દુખાવો, ચક્કર આવવા, ધ્રુજારી થવી અને પેટની સમસ્યાઓ પણ થઇ શકે છે.

coronavirus covid19 china