તમારી લિપસ્ટિક તમારા સ્કિનટોનથી મૅચ થાય છે?

28 December, 2011 07:19 AM IST  | 

તમારી લિપસ્ટિક તમારા સ્કિનટોનથી મૅચ થાય છે?



બધી જ સ્ત્રીઓ લિપસ્ટિક પાછળ બેફામ પૈસા ઉડાવવાના સમયે પાછું ફરીને નથી જોતી. ગરીબ હોય કે પૈસાદાર, દરેક સ્ત્રીના પર્સમાં ઓછામાં ઓછી એક લિપસ્ટિક તો મળશે જ. લિપસ્ટિકનો રંગ જોતાં જ ગમી ગયો એટલે એ ખરીદી લીધી, પણ ઘરે આવીને હોઠ પર લગાવતાં સમજાય કે એ ચહેરા પર સારી નથી લાગતી. એટલે પછી એ કબાટરૂપી મ્યુઝિયમનો એક ભાગ બનીને રહી જાય અથવા તો પછી પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈ બીજાને પધરાવવી પડે. ખરેખર તો એ વાત સમજવાની જરૂર છે કે પોતાની ફ્રેન્ડ પર જે શેડ સારો લાગ્યો હતો એ કદાચ તમારા પર ન પણ લાગે. લિપસ્ટિકના શેડની પસંદગી કરવી જોઈએ સ્કિનના કલર પ્રમાણે, કારણ કે જેમ એક માપનાં કપડાં બે જણ ન પહેરી શકે તેમ જ એક જ શેડની લિપસ્ટિક બધાના હોઠ પર ન શોભી શકે.

સ્કિનના રંગ પ્રમાણે લિપસ્ટિકની પસંદગી


મધ્યમ રંગની ચામડી : બહુ ગોરી પણ નહીં અને ખૂબ ડાર્ક પણ નહીં એવી ઘઉંવર્ણી સ્કિનને મધ્યમ કે મિડિયમ સ્કિન કહી શકાય. આવી સ્કિન પર ડીપ પિન્ક, ડીપ રેડ, રિચ કૅરેમલ શેડ્સ, પિન્ક કે યલો ટોનવાળા મિડિયમ બ્રાઉન શેડ્સ તેમ જ ક્રીમી કૉફી બ્રાઉન કલરના શેડ્સ સારા લાગશે. મિડિયમ સ્કિનવાળાએ વધુપડતા ઝાંખા બ્રાઉન શેડ્સથી દૂર રહેવું. આવા શેડ્સથી મિડિયમ સ્કિન વધુપડતી ડલ અને કાળી લાગશે.

ડાર્ક સ્કિન : આવી સ્કિનવાળાએ થોડા બ્લુ ટોનવાળા રેડ શેડ્સ વાપરવા જોઈએ. એ ઉપરાંત ડીપ પ્લમ, મરૂન, વાઇન રેડ તેમ જ બ્રાઉન, કૉફી અને ચૉકલેટ બ્રાઉન કલરના કોઈ પણ શેડ્સ ડાર્ક સ્કિન પર સારા લાગશે. ડાર્ક સ્કિનવાળાએ ઑરેન્જ તેમ જ પિન્ક ટોનવાળા શેડ્સ અવૉઇડ કરવા.

ગોરી સ્કિન : ડીપ અને પ્લમ રેડ, પિન્ક, બ્લુ ટોનવાળો વાઇન રેડ ગોરી સ્કિન પર બેસ્ટ લાગશે તેમ જ બ્રાઉન, લાઇટ બ્રાઉન કે બેજ સાથે પિન્ક કલરના શેડ્સ ગોરી ત્વચાને વધારે નિખારશે. પિન્ક લિપસ્ટિક તેમ જ લિપગ્લૉસ ગોરી સ્કિન પર ખૂબ સારાં લાગે છે. જોકે વધુપડતા ડાર્ક કે બ્રાઇટ પિન્ક શેડ્સથી દૂર રહેવું.

ઑલિવ કે પીળાશ પડતી સ્કિન : આવી સ્કિન ધરાવતી સ્ત્રીઓએ રિચ, ડીપ બ્રાઉન ટોનવાળા રેડ તેમ જ મરૂન શેડ્સ લગાવવા. ઑરેન્જ અને પિન્ક ટોનવાળા લાલ શેડ્સથી દૂર જ રહેવું, કારણ કે આવા શેડ્સ તમારી પીળી ત્વચા વધારે પીળી હોવાનો આભાસ કરાવશે.


કોઈ પણ હિસાબે પિન્ક લિપસ્ટિક તો લગાવવી જ નહીં.

બી કૅરફુલ


હોઠ પર લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર થોડું ફાઉન્ડેશન લગાવો. એનાથી હોઠ લીસા બનશે અને લિપસ્ટિક વધારે સમય સુધી ટકી રહેશે.

લાઇનરની અંદર લિપસ્ટિક લગાવવા માટે હંમેશાં બ્રશનો ઉપયોગ કરો, જેથી બૉર્ડર ન બગડે. એક વાર લગાવ્યા પછી એક ટિશ્યુ પેપર વચ્ચે હોઠને દબાવીને વધારાની લિપસ્ટિક કાઢી લો અને બીજો કોટ લગાવો, જેથી લિપસ્ટિક વધારે સમય સુધી રહેશે.

જુદા-જુદા પ્રકારની લિપસ્ટિક વિશે જાણો

મૅટ લિપસ્ટિક : આવી લિપસ્ટિકમાં કેઅલિન (ઝીણી સફેદ ચીકણી માટી) નામનું તત્વ વધારે પ્રમાણમાં હોય છે. એનાથી એમાં પાઉડર ઇફેક્ટ જળવાઈ રહે છે અને લિપસ્ટિકમાં તૈલી ઇફેક્ટ ન રહેતાં એ ચમકતી નથી. આ લિપસ્ટિક લગાવ્યા પછી સૂકી લાગે છે, પણ જો તમે લાંબા સમય સુધી લિપસ્ટિક ટકાવી રાખવા માગતા હો તો મૅટ સારો ઑપ્શન છે.

સૅટિન / શાઇની લિપસ્ટિક : શાઇની અને સૅટિન લિપસ્ટિક હોઠ પર લગાવ્યા પછી વધારે સમય સુધી નથી ટકતી, પણ મૉઇસ્ચરાઇઝર બીજી લિપસ્ટિકના પ્રમાણમાં ખૂબ વધારે હોય છે. આ લિપસ્ટિક લગાવતી વખતે ખૂબ સ્મૂધ લાગે છે તેમ જ ચમકની સાથે રંગની આછી છટા આપે છે.

લૉન્ગ વેઅર લિપસ્ટિક : આવી ટાઇપની લિપસ્ટિક કંઈ પણ ખાધા-પીધા પછી કે કિસ કર્યા પછી પણ દિવસભર એમની એમ રહે છે એવો દાવો કરવામાં આવે છે, પણ જો તમે આ રેન્જમાંથી લિપસ્ટિક યુઝ કરશો તો સમજાશે કે આ દાવાઓ તો ખોટા જ હોય છે. એટલે આવી લૉન્ગ વેઅર લિપસ્ટિક પાછળ પૈસા વેસ્ટ કરવા કરતાં એને વધારે વાર ચાલે એ માટે યોગ્ય રીતે લગાવતાં શીખવું જોઈએ.

મૉઇસ્ચરાઇઝિંગ લિપસ્ટિક : આ પ્રકારની લિપસ્ટિક્સમાં ખૂબ મોટા પ્રમાણમાં શિયા બટર, ઑલિવ ઑઇલ વગેરે મૉઇસ્ચરાઇઝિંગ તkવો હોય છે. આ લિપસ્ટિક લગાવ્યા પછી ખૂબ ઓછા સમયમાં નીકળી જાય છે, પણ જો તમારા હોઠ સૂકા હોય તો આ લિપસ્ટિક તમારા માટે સારી રહેશે.