બેડરૂમને આપો રોમૅન્ટિક ટચ

14 October, 2011 07:35 PM IST  | 

બેડરૂમને આપો રોમૅન્ટિક ટચ

 

સારું દેખાવું જોઈએ

તમારા બેડરૂમમાં લાઇટિંગ જેટલી સારી હશે એટલો જ એનો લુક સારો આવશે. રોમૅન્ટિક વાતાવરણ ઊભું કરવા માટે લાઇટિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગ એક પર્ફેક્ટ રોમૅન્ટિક મૂડ બનાવે છે. કૉર્નર્સમાં ઉપરની તરફ લાઇટ લગાવો જેથી દીવાલો અને સીલિંગ પર આછો પડછાયો પાડે. દીવાલોના કલર્સને વધુ આકર્ષક બનાવવા માટે બેડરૂમમાં સાઇડ-સાઇડ ટેબલ અને બીજી ઊંચી જગ્યાઓ પર કૅન્ડલ્સ રાખો. લૅમ્પ-શેડને એક નાજુક ગ્લો આપવા માટે એના પર મોતીઓની લડી લપેટો. ક્રિસ્ટલનાં ઝુમ્મર પણ સારાં લાગશે. કૅન્ડલની રહસ્યમય લાઇટ અને પડછાયો તમારા બેડરૂમમાં સ્પેશ્યલ ઇફેક્ટ આપશે.

રંગો

બેડરૂમમાં રંગોનો ભાગ મહત્વનો છે. રોમૅન્સ મહેસૂસ કરવા માટે પિન્ક, લાઇટ બ્લુ, લિલેક જેવા શેડ્સ વાપરી શકાય. પીચ અને ગોલ્ડનની કલર સ્કિમ પણ સારી લાગશે. જો તમને સૉફ્ટ કલર્સ મુગ્ધ ન કરતા હોય તો તમારા બેડરૂમની દીવાલોને રિચ એવો રેડ, ડાર્ક બ્લુ, ચૉકલેટ જેવા શેડ્સથી રંગો. આ રંગો થોડું બોલ્ડ વાતાવરણ ઊભું કરશે. અહીં યાદ એ રાખવાનું છે કે બેડરૂમમાં પિલો કવર્સ, પડદા, કોઈ બીજું ફર્નિશિંગ બધાના રંગો એકબીજા સાથે મેળ ખાતા હોવા જોઈએ.

ફૅબ્રિકનો વપરાશ

બેડરૂમમાં વપરાયેલું ફૅબ્રિક એને પૂર્ણતાનો અહેસાસ કરાવે છે તેમ જ પર્ફેક્ટ પરિસર બનાવવામાં મદદ કરે છે. વિન્ડો પર સિલ્કના સ્કાર્ફને ઢળતો રાખો. બેડ પર સૅટિનની બેડશીટ, સૅટિનની જ રજાઈ જોનારને અટ્રૅક્ટ કરશે. ફેધર પિલો કે સૉફ્ટ પિલોને સિલ્કના ફૅબ્રિકથી કવર કરવા. 

કમ્ફર્ટ જાળવો

બેડરૂમમાં એક કમ્ફર્ટેબલ દેખાતો બેડ બેઝિક જરૂરિયાત છે. અહીં પોતાની જરૂરિયાત પ્રમાણે કિંગ કે ક્વીન સાઇઝ બેડની પસંદગી કરી શકાય. બેડનો રંગ પણ સૉફ્ટ હોવો જોઈએ. જો બેડની પાછળ ડ્રેપ્સ લગાવવી હોય તો લાઇટ વેઇટ અને પેસ્ટલ રંગોનું ફૅબ્રિક વાપરો. બેડરૂમમાં કોઈ પણ હાર્શ ચીજોથી દૂર રહેવું. સિલ્ક, સૅટિન અહીં સેક્સી, બોલ્ડ અને રોમૅન્ટિક ફીલ આપવા પૂરતા છે.

પ્રાઇવસીને આપો પ્રાયોરિટી

કર્ટન રોમૅન્ટિક લાગે છે. થોડી પારદર્શક એવી ચળકતી કર્ટન્સ લાઇટ આપશે, હવા આપશે અને સાથે પેસ્ટલ શેડ્સ શાંતિ અને રિલૅક્સવાળી ફીલિંગ પણ આપશે. હા, આવી અર્ધપારદર્શક અને ફૅન્સી કર્ટન પ્રાઇવસી ન છીનવી લે એનું ખાસ ધ્યાન આપવું. માટે જ્યારે આવા ડ્રેપ્સ લગાવો ત્યારે હંમેશાં સાથે જાડા મટીરિયલની કર્ટન પણ લગાવવી. આમ બે લેયરની કર્ટન જ્યારે જે વપરાશ જોઈતો હોય એમ વાપરી શકાશે.

આંખો સાથે માઇન્ડને પણ સુકૂન

રોમૅન્સ એટલે ફક્ત આંખોને જ ઠંડક નહીં પણ માઇન્ડને પણ સુકૂન જરૂરી છે. એના માટે સુંદર અરોમા જરૂરી છે. સારી સુગંધવાળું રૂમફ્રેશનર સ્પ્રે કરો. સુગંધના બીજા ઑપ્શન છે ઇન્સેન્સ સ્ટિક, સેન્ટેડ સેશે, અરોમા કૅન્ડલ્સ. એમાં લૅવન્ડર ફ્લેવર સૌથી રોમૅન્ટિક છે અને ફ્રેશ ફ્લાવર્સ જે સુગંધ સાથે સુંદરતામાં પણ વધારો કરશે.

પ્રાઇવેટ કૅનપી

બેડને સેન્ટરમાં સીલિંગથી એક નેટ કે અર્ધપારદર્શક કપ્ાડું નાખ્ાીને વધારે ડ્રામા ક્રીએટ કરો. આખા બેડને આ રીતે ઉપરથી ઢાંકીને એક નાનો રૂમ ક્રીએટ થશે