આફતાબ સાથે કરીએ ફિટનેસની વાતો

19 August, 2013 12:35 PM IST  | 

આફતાબ સાથે કરીએ ફિટનેસની વાતો




ફિટનેસ Funda

અમારા ફીલ્ડમાં ફિટનેસ માટે થોડા વધુ કૉન્શિયસ રહેવું પડે છે, કારણ કે અમારા માટે દેખાવ બહુ જરૂરી છે. આજકાલની આપણી લાઇફ-સ્ટાઇલ એટલી હેક્ટિક થઈ ગઈ છે કે દરેક પ્રકારના શેડ્યુલ સાથે પોતાની જાતનું ધ્યાન રાખવું ડિફિકલ્ટ થઈ ગયું છે. છતાં અમારી આ રિક્વાયરમેન્ટ છે. એટલે હું કહીશ કે દેખાવ સાથે કામ માટે સ્ટૅમિના રહે એવી સ્થિતિ એટલે ફિટનેસ.

જિમમાં નિયમિત

જિમ જાના ઝરૂરી હૈ, ખાસ કર ઉનકે લિએ જિનકો મસલ્સ-ટ્રેઇનિંગ કરની હૈ, કારણ કે જિમમાં વેઇટ ટ્રેઇનિંગની જે પ્રૉપર ગાઇડલાઇન્સ અને એક્સરસાઇઝ મળશે એ ઘરે રહીને ન મળે. હું અઠવાડિયામાં છ દિવસ અને રોજનો દોઢ કલાક એક્સરસાઇઝ કરું છું. વૉર્મ-અપ માટે કાર્ડિયો એ પછી અપર બૉડી અને લોઅર બૉડીને ઑલ્ટરનેટ દિવસોમાં ટ્રેઇનિંગ આપું છું. ટ્રેઇનરની નિગરાની હેઠળ જ એક્સરસાઇઝ કરવી એવું હું દૃઢપણે માનું છું.

ક્યારેય કંટાળો નહીં

મારી એક ખૂબી મને બહુ જ ગમે છે કે મને કસરત કરવાનો ક્યારેય કંટાળો નથી આવતો. હું થાકેલો હોઉં તો પણ કસરત કરવાની હોય તો કોણ જાણે ક્યાંયથી મારામાં એનર્જી આવી જાય છે. એનું કારણ કદાચ એ હોઈ શકે છે કે મને નાનપણથી સ્પોર્ટ્સનો ખૂબ શોખ હતો. ક્રિકેટ, બૅડ્મિન્ટન, ફૂટબૉલ અને સ્ક્વૉશ જેવી રમતો બાળપણથી રમતો હતો. આજે પણ સમય મળે ત્યારે રમી લઉં છું. એટલે જ કદાચ આ સ્પોર્ટ્સમૅન સ્પિરિટને કારણે મને એક્સરસાઇઝ કરવાનું બોરિંગ નથી લાગતું.

નો ફિક્સ શેડ્યુલ

ઍક્ટર્સની લાઇફ તેમના શૂટિંગ-શેડ્યુલ પર ચાલતી હોય છે. મારું પણ ઊઠવાનું કે ખાવાનું શેડ્યુલ નથી. પરંતુ અમુક રૂટીન ફિક્સ છે. જેમ કે સવારે સાત વાગ્યે ઊઠું કે ૧૦ વાગ્યે, ઊઠીને એક બ્લૅક કૉફી પીવાની. એના પછી જિમમાં એકથી દોઢ કલાક વર્કઆઉટ કરું છું. આવીને ફ્રૂટ-જૂસ અને આમલેટ અને થોડું સૅલડ ખાઉં. બપોરના લંચમાં અને સાંજના ડિનરમાં પણ વેજિટેબલ્સ, દાળ, અને એક  નૉન-વેજ આઇટમ હોય. હું રોટલી કે ભાત ક્યારેય નથી ખાતો. બપોરે સ્નૅક્સમાં પણ ફ્રૂટ્સ અને સૅલડ હોય. હું આખા દિવસમાં ભરપૂર માત્રામાં વેજિટેબલ્સ ખાઉં છું. મોટે ભાગે ઘરે બનાવેલું ફૂડ જ પ્રિફર કરું છું.

ખાવાનો ખૂબ શોખીન

મને ટેસ્ટી ખાવાનો ખૂબ શોખ છે. રોડ પર મળતી પાણીપૂરી, ભેલપૂરી, સેવપૂરી, સૅન્ડવિચ, બર્ગર અને પીત્ઝા આ બધું મને પણ ખૂબ જ ભાવે છે, પરંતુ હું ખાઈ નથી શકતો; કારણ કે

અમારી પાસે બીજી કોઈ ચૉઇસ

જ નથી. મહિનામાં બે વાર ચીટિંગ ડે હોય છે મારો. આ દિવસોમાં જે ખાવું હોય એ  ખાવાનું, જે કરવું હોય એ કરવાનું. ખાવાના મામલામાં મારે બળજબરીપૂર્વક જાત પર કન્ટ્રોલ રાખવો પડે છે.

નો અબાઉટ માયસેલ્ફ

માય વીકનેસ : અફકોર્સ ફૂડ. દુનિયામાં જેટલી પણ ટેસ્ટી આઇટમ છે એ મારી વીકનેસ છે, પરંતુ એમાં પણ મારી મમ્મીના હાથની પ્રૉન પાટિયા નામની પારસી વાનગી મારી ફેવરિટ છે.

મારી સ્ટ્રેન્ગ્થ : મારો વિલપાવર બહુ સ્ટ્રૉન્ગ છે. એક વાર મારા માઇન્ડમાં કંઈક કરવાની ધૂન સવાર થઈ ગઈ તો દુનિયાની કોઈ તાકાત મને એમાંથી રોકી શકે એમ નથી. કદાચ મારી વીકનેસને કન્ટ્રોલમાં રાખવાનું કામ પણ મારા વિલપાવરને લીધે શક્ય છે.

ફિટનેસ આઇડલ : એક નથી અનેક છે.

ઇન્સિપિરેશન : મ્યુઝિક.

હૉબી : ક્રિકેટ, બૅડ્મિન્ટન અને ફૂટબૉલ રમવું મને ખૂબ ગમે છે.

વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ