હું મારા પતિને સંભોગમાં પુરતો સાથ નથી આપી શકતી, શું થઇ શકે?

09 September, 2020 09:31 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

હું મારા પતિને સંભોગમાં પુરતો સાથ નથી આપી શકતી, શું થઇ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારા હસબન્ડ ખૂબ જ પ્રેમાળ અને રોમૅન્ટિક છે. અંગત લાઇફ પણ બહુ જ હૅપનિંગ અને હૅપી છે. જોકે મને ગિલ્ટ એ વાતનું છે કે હું તેમને સાથ આપવામાં હું પાછી પડું છું. મને પણ તેમની સાથે સમય વિતાવવો ગમે છે, પણ ઘણી વાર સમાગમ દરમ્યાન મને બહુ જ ડિસ્કમ્ફર્ટ થાય છે. ઘણા વખત પછી મને આ પીડા અને કબજિયાત વચ્ચે સંબંધ હોય એવું લાગે છે. મને કબજિયાતની તકલીફ રહે છે. જો બે-ત્રણ દિવસ સુધી પેટ સાફ ન થયું હોય અને સમાગમ કરવામાં આવે તો પેનિટ્રેશન પછી પણ વિચિત્ર અકળાવનારી ફીલિંગ થાય છે. મારાં હસબન્ડને કહું છું તો તેમને લાગે છે કે હું સંબંધ ન રાખવાનાં બહાનાં કાઢું છું. જ્યારે કબજિયાત ન હોય ત્યારે માત્ર પેનિટ્રેશન વખતે જ દુખાવો થાય છે એ પછી વાંધો નથી આવતો. શું આ મારા મનનો વહેમ છે? અમે કદી ગુદામૈથુન નથી કયુ*. યોનિમૈથુનમાં કબજિયાતને કોઈ લેવાદેવા હોય ખરી?
જવાબ-શરીરરચનાની દૃષ્ટિએ જોઈએ તો યોનિમાર્ગ અને ગુદામાર્ગ બન્ને એકદમ જુદા છે. એ છતાં યોનિમૈથુન દરમ્યાન થતી પીડામાં કબજિયાતનો ફાળો હોઈ શકે છે. કબજિયાતમાં આંતરડાં અને મળદ્વાર પાસે મળનો ભરાવો થાય છે. વળી જ્યારે કબજિયાત હોય ત્યારે સાથે ગૅસની સમસ્યા પણ થોડીઘણી થતી જ હોય છે. વાયુને કારણે પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે અને ડિસ્કમ્ફર્ટ રહે છે. દરેક જણને કબજિયાત હોય ત્યારે સમાગમમાં પીડા થાય છે એવું ન કહી શકાય, પરંતુ જો ગંભીર કબજિયાતની સમસ્યા હોય, મળ સુકાઈને ગંઠાઈ જતો હોય તો સેક્સ્યુઅલ ઍક્ટ દરમ્યાન અકળામણ રહે છે. જરાક જુદી ભાષામાં કહું તો જ્યારે પેટ એકદમ સાફ આવેલું હોય, હલકું મહેસૂસ થતું હોય ત્યારે જાતીય ક્રીડાનો આનંદ વધુ સારી રીતે અનુભવાય છે.
સૌથી પહેલાં તો તમારે કબજિયાતનો ઉકેલ લાવવો જોઈએ. માત્ર જાતીય સુખ માટે નહીં, ઓવરઑલ નીરોગી રહેવા માટે પણ એ બહુ આવશ્યક છે. રોજ રાતે સૂતાં પહેલાં બે ચમચી હરડે સહેજ હૂંફાળા પાણી સાથે લો. મળ ગંઠાય નહીં એ માટે દિવસ દરમ્યાન પૂરતું પાણી પીઓ. ખોરાકમાં પાનવાળી શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો. સવારે ઊઠીને પોણો કલાક કસરત કરવાનું રાખો.

sex and relationships dr ravi kothari