શિયાળામાં જાસ્મિન તેલ લગાડો અને વધારો ત્વચા અને વાળની સુંદરતા

14 December, 2018 06:01 PM IST  | 

શિયાળામાં જાસ્મિન તેલ લગાડો અને વધારો ત્વચા અને વાળની સુંદરતા

જાસ્મિન ઑઈલ ફાયદાકારક (પ્રતીકાત્મક તસવીર)

જાસ્મિન, આ એક સુંદર મજાના સફેદ રંગના સુગંધી ફૂલની યાદ અપાવે છે. ભારતમાં જાસ્મિનના ફૂલો ચમેલીના નામે પણ ઓળખાય છે. દેશમાં ચમેલીના ફૂલનું કંઈક અનેરું જ મહત્ત્વ છે. આ સરસ મજાનું ફૂલ જેટલું સુંદર દેખાય છે તેટલું જ તે ઉપયોગી પણ છે. બાળપણમાં આપણને ઘરના મોટેરાંઓ પાસેથી ચમેલીના તેલ વિશે તો કેટકેટલુંય સાંભળવા મળ્યું હતું. આ ફૂલ તેની લોન્ગ લાસ્ટિંગ સુગંધ માટે ખાસ છે અને તેથી જ તેનો ઉપયોગ કેટલાક લોકો વાળમાં લગાડવા માટે કરે છે તો કેટલાક લોકો હેડ અને બૉડી મસાજ માટે જાસ્મિનના તેલનો ઉપયોગ કરે છે.

 

 

ખાસ તો શિયાળાની ઋતુમાં જાસ્મિન તેલના ફાયદાઓ વધી જાય છે. હકીકતે આ જાસ્મિન તેલ શિયાળામાં શરીરમાં થતી ડ્રાય સ્કિનને ઘટાડે છે. માટે જ વધારે કરીને લોકો આ સીઝનમાં જાસ્મિન તેલથી હેડ મસાજ કરે છે. પણ તેની ખાસિયત માત્ર અહીં જ પૂરી થઈ જતી નથી. આ તેલ ત્વચા અને વાળ બન્ને માટે લાભદાયક છે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે જાસ્મિન ઑઈલ ફાયદાકારક.

 

 (પ્રતીકાત્મક તસવીર)

શિયાળામાં સ્કિનની સાથોસાથ વાળની સારસંભાળ પણ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે સ્ત્રીઓ આમ તો વાળને પોતાનું સૌથી પ્રિય ઘરેણું કહે છે પણ હકીકતે જ્યારે સારસંભાળ કરવાની હોય ત્યારે હેયર કૅર પર તેમનું ઘ્યાન સૌથી ઓછું હોય છે. વાળને સાચવવું અને તેનું ધ્યાન રાખવું તેમને સૌથી કંટાળાજનક લાગે છે. અને તેને કારણે વાળ સુક્કા થઈ જાય છે. કેટલીક વાર તો સ્કૅલ્પ ઈન્ફેક્શન પણ થઈ જતું હોય છે. ખંજવાળવાથી સ્કૅલ્પમાં કેટલાક ડૅમેજ પણ આવી જાય છે. આવામાં જાસ્મિન તેલથી હેડ મસાજ કરવાથી આ ઈન્ફેક્શન કેટલીક હદે ઓછું થઈ શકે છે. જો કે, જાસ્મિનમાં કૂલિન્ગ ઈફેક્ટ્સ અને ઍન્ટિસેપ્ટિક એલિમેન્ટ્સ હોય છે જે કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

 

(પ્રતીકાત્મક તસવીર)


આમ તો બજારમાં ઘણી બ્રાન્ડેડ કંપનીઓના કંડીશનર મળે છે પણ ખૂબ જ ઓછા એવા કંડીશનર છે જેમાં કેમિકલ ન હોય અને તે વાળને ડૅમેજ કર્યા વગર કંડીશનર કરે છે. એવામાં જાસ્મિન તમારા વાળ માટે વરદાન પુરવાર થઈ શકે છે. જો કે જાસ્મિન તેલમાં રહેલું મોઈસ્ચ્યુરાઈઝર વાળની ડ્રાયનેસને ઘટાડીને વાળને સ્મુથ અને મજબુત બનાવે છે. તેની સાથે જો તમારા વાળ વધુ ફ્રીઝી છે તો તમે કોકોનટ ઓઈલ પણ મિક્સ કરીને લગાવી શકો છો જેનાથી તમને ઘણો ફાયદો જોવા મળશે. અઠવાડિયામાં બે વાર જાસ્મિન ઓઈલથી વાળમાં મસાજ કરવાથી વાળમાંની બધી જ ડ્રાયનેસ દૂર થઈ જશે સાથે જ વાળ મજબુત બનશે અને હેયર ફૉલમાં પણ રાહત મળશે.

આ પણ વાંચો :

સ્ટ્રેચ માર્કસ પણ મટાડે છે.

ઘણી વખત બૉડી ફેટને કારણે શરીરમાં સ્ટ્રેચ માર્ક્સ આવી જતાં હોય છે. આ સિવાય પ્રેગનેન્સી દરમિયાન પણ શરીર પર સ્ટ્રેચ માર્ક્સ આવી જતાં હોય છે. સ્ટ્રેચ માર્ક્સને આવતાં અટકાવી શકાતાં નથી પણ હા, સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા પછી તેની નિશાનીઓ ચામડી પરથી મટાડવા માટે જાસ્મિન તેલની મસાજ કરી શકાય છે. એમ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ આછાં થતાં જાય છે અને ધીરે ધીરે તે દેખાતાં બંધ થઈ જાય છે.

beauty and the beast life and style