29 May, 2019 01:09 PM IST |
ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ
ઉંમરના પાછલા તબક્કે પહોંચ્યા પછી અમુક પ્રકારની શારીરિક તકલીફોને સ્વાભાવિક ગણવામાં આવે છે. વૈશ્વિક સ્તરે કરોડો સિનિયર સિટિઝનમાં જોવા મળતી ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ કૉમન સમસ્યા છે જેમાં શરીરના સાંધાઓમાં ભયંકર પીડા થાય છે. ખાસ કરીને ઘૂંટણ, હાથ, સાથળ અને કમરના સાંધાઓમાં દુખાવો તીવ્ર હોવાથી વડીલો પોતાનું સંતુલન ગુમાવી શકે છે અને ઇન્જરીના ચાન્સ પણ વધી જાય છે. જોકે ગુડ ન્યુઝ એ છે કે અમેરિકન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ હળવી કસરતો અને બ્રિસ્ક વૉકિંગ દ્વારા જ આ સમસ્યાથી ઊગરી શકાય છે.
આ પણ વાંચો : બહુ એક્સરસાઇઝ કર્યા છતાં વજન ઊતરતું જ નથી?
મોટી ઉંમરે કસરત કરવાથી અનેક પ્રકારની ઉંમરને કારણે આવતી તકલીફો ટાળી શકાય છે અથવા તો એની તીવ્રતા ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે અઠવાડિયામાં કમ સે કમ અઢી કલાકનો સમય વડીલોએ એક્સરસાઇઝ માટે ફાળવવો જોઈએ, જેમાં સામાન્ય વૉકથી લઈને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝને પ્રાધાન્ય આપવું જોઈએ.