શું તમે બહાનાબાજ છો?

30 September, 2011 05:14 PM IST  | 

શું તમે બહાનાબાજ છો?



મારું ઘડિયાળ બંધ થઈ ગયું એટલે મને સમયનો ખ્યાલ ન રહ્યો, બીજા કામમાં બિઝી હતી એટલે તારી ચીજો લાવવાનું યાદ ન રહ્યું. મને કેટલાક પર્સનલ પ્રૉબ્લેમ્સ છે એટલે મારાથી આ કામ નહીં થઈ શકે. શું તમારી પાસે પણ આવાં જ બહાનાંઓનું લિસ્ટ હંમેશાં તૈયાર રહેતું હોય છે? તો તમે બહાનાબાજ છો. પછી ભલે ક્યારેક એ બહાનું સાચા અર્થમાં આપ્યું હોય તોયે તમારી હંમેશાં બહાનાં શોધવાની આદતને લીધે લોકો તમને બહાનાંબાજ, આળસુ અને ભુલક્કડ સમજી બેસે છે. જોઈએ આ આદતથી કેવી રીતે પોતાને ઉગારી શકાય.

કેવા સમયે તમને બહાનાં સૂઝે છે?

તમને રોજ-રોજ નવાં બહાનાં સૂઝે છે? કોઈ ખાસ કામ કરવું પડતું હોય ત્યારે કે પછી કોઈ પરિસ્થિતિને મજબૂર થઈને બહાનાં આપવાં પડે છે. કેટલાક લોકો જે કારણો આપે એ વૅલિડ હોય છે, પણ કેટલાંક કોઈ કારણ વગર જ બહાનાં આપતા હોય છે. જે ખોટું છે. કોઈ કામ કરવું તમારાથી શક્ય ન હોય અને એ તમારા પર લાદવામાં આવે તો આવા સમયે જો તમે કહી દો કે તમારાથી નહીં થાય તો એ બહાનું ન કહેવાય પણ, જો કામ કરવાનો કંટાળો આવતો હોય અને ન કરવા માટે જેન્યુઇન પ્રૉબ્લેમ છે એમ કહો તો એ ચોક્કસ બહાનું છે.

હંમેશાં ના ન પાડો

હંમેશાં બધી જ ચીજો માટે ના પાડવાની આદત પણ બહાનાબાજીની જ એક નિશાની છે. જોકે કોઈ વ્યક્તિ સ્વભાવે જ નેગેટિવ હોય તો એના મોઢામાંથી બધાં કામો માટે પ્રથમ ના જ નીકળશે. જો આવું હશે તો તમને કંઈ પૂછવામાં જ નહીં આવે અને કારણ એ હશે કે તમે તો હંમેશાં ના જ પાડો છો. અહીં દોસ્તોને મળવાનું, તેમને ફોન કરવાનું, પત્ની સાથે બહાર જવાનું, કોઈ કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપવાનું, આવાં બધાં જ કામોનો સમાવેશ થાય છે.

બહાનાં મળી જ રહે છે

જે લોકો જન્મજાત બહાનાબાજ હોય તેમને બહાનાં મળી જ રહે છે. આવા લોકો ઘરમાં ઑફિસના કામનું અને ઑફિસમાં ઘરના પ્રૉબ્લેમ્સનું બહાનું આપતા હોય છે. જો કોઈએ મૂકેલો કોઈ પ્રસ્તાવ સ્વીકારવામાં પણ રસ ન હોય તો આપણને બહાનાં શોધવામાં વાર નથી લાગતી. બહાનાં કાઢવા માટે કોઈ ડિગ્રી મેળવવાની જરૂર નથી પડતી આ ગુણ તો લોકોમાં નૅચરલી જોવા મળે છે. કેટલાક તો પોતાનાં ક્ષુલ્લક કામો માટે બહાનાં આપવાં માટે કોઈ સંબંધી કે મા-બાપને હૉસ્પિટલમાં પહોંચાડતા પણ જરાય સંકોચ નથી કરતા.

કઈ રીતે રોકશો?

ધ્યાનમાં રાખો કે જ્યારે તમે બહાનાં આપો છો ત્યારે કોઈ પરિસ્થિતિ તમારા હાથમાં હોતી નથી. આ એક પ્રકારનું જુઠ્ઠાણું જ છે, માટે બની શકે કે ક્યારેક તમને એક બહાનું આપ્યા પછી છટકબારી ન મળે અને ત્યાર બાદ આવનારા દરેક સવાલોના જવાબ આપવા માટે તૈયાર રહેવું પડે. માટે કોઈ કારણ વગર બહાનું આપતા પોતાની જાતને રોકો. હંમેશાં બહાનાં આપતા રહેશો તો તમારી છાપ એવી જ પડી જશે કે તમને બહાનાં આપવાની આદત છે. એ ઉપરાંત બહાનાબાજીને રોકવાનો સૌથી સરળ ઉપાય એ કે કોઈ પણ કામ કરવા માટે તૈયાર રહો. હંમેશાં પૉઝિટિવ રાખો, જેથી બહાનાં આપવાનો સમય જ ન આવે.

કેટલાંક ફેમસ બહાનાંઓ