ઝટપટ પ્રોસો મિલેટ સૅલડ

16 October, 2018 06:26 AM IST  | 

ઝટપટ પ્રોસો મિલેટ સૅલડ

આજની વાનગી - કવિતા ઠક્કર

સામગ્રી

+    ૧ કપ પ્રોસો મિલેટ

+    ૧ નંગ શિમલા મરચું

+    અડધો કપ લીલા વટાણા

+    અડધો કપ શેકેલા શિંગદાણા (ફોતરાં વગરના)

+    ૧ નંગ લીંબુનો રસ

+    અડધો કપ દાડમના દાણા

રીત


એક બોલમાં બે કપ પાણી ઉમેરી પ્રોસો મિલેટને કુકરમાં બાફવા મૂકી દો અને બે સીટીમાં કુક કરી ઠંડા થવા દો અને છૂટા પાડો. હવે લીલા વટાણા અને શિમલા મરચું કાપીને એક મિનિટ માટે પાણીમાં ઉકાળો અને પછી નિતારી ઠંડું થવા દો. હવે મોટા બોલમાં બધી સામગ્રી ભેગી કરી એમાં મરી પાઉડર, પિન્ક સૉલ્ટ, લીંબુનો રસ, દાડમના દાણા અને શિંગદાણા ઉમેરીને એને બરાબર મિક્સ કરો. આપણું પ્રોસો મિલેટ સૅલડ તૈયાર છે. એને ઉપરથી દાડમ તથા શિંગદાણા ભભરાવીને સર્વ કરો.

નોંધ : જુવાર અને બાજરીની જેમ પ્રોસો મિલેટ એક પ્રકારનું અનાજ છે અને હવે એ લગભગ બધી કરિયાણાની દુકાનમાં મળી રહેશે. પોષક તત્વોની દૃષ્ટિએ આ ખૂબ જ હેલ્ધી અનાજ ગણવામાં આવે છે.