World Coffee Day:મુંબઈની આ પાંચ જગ્યાઓની કૉફી જરૂર કરો ટ્રાય, ડેટ માટે પણ અનુકુળ

01 October, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ `ઈન્ટરનેશનલ કૉફી ડે` પર જો મુંબઈના લોકો તેમના ખાસ વ્યક્તિ સાથે ડેટ પર જવાનું વિચારી રહ્યા છે, તો અમે તમને અહીં મહાનગરમાં કૉફીની શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવીશું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

કૉફી (Coffee)એ વિશ્વભરના લોકોનું પ્રિય પીણું છે. થાક દૂર કરવાની સાથે એક કપ ગરમ કોફી તમને તાજગી આપે છે. કૉફી પ્રત્યે લોકોની પસંદ અને ક્રેઝને ધ્યાનમાં રાખીને, આ પીણાના નામ પરથી એક દિવસનું નામ આપવામાં આવ્યું છે અને તેથી જ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કોફી દિવસ (World Coffee Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ `ઈન્ટરનેશનલ કૉફી ડે` પર જો મુંબઈના લોકો તેમના ખાસ વ્યક્તિ સાથે ડેટ પર જવાનું વિચારી રહ્યા છે, તો અમે તમને અહીં મહાનગરમાં કૉફીની શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવીશું, જ્યાં એક કપ કૉફી તમારા આખા દિવસને આનંદિત કરી દેશે. 

મદ્રાસ કાફે

જો તમને સાઉથ ઈન્ડિયન કિચનની ઓથેન્ટિક ફિલ્ટર્સનો સ્વાદ ગમતો હોય, તો મુંબઈમાં મદ્રાસ કાફે શ્રેષ્ઠ પસંદગી છે. મદ્રાસ કાફે માટુંગા સેન્ટ્રલ રેલ્વેની ખૂબ નજીક છે. અહીં એક કપ કોફી તમારા મૂડને ફ્રેશ કરી શકે છે.

KCROASTERS બાય કોનોનિયા

જો તમને કૉફી સાથે પ્રયોગ કરવાનું પસંદ હોય તો તમે મુંબઈમાં KCROASTERSમાં આવી શકો છો. અહીં કૉફીમાં તમને વ્હિસ્કી ફ્લેવર ટેસ્ટ કરવાં મળશે.

થર્ડ વેવ કૉફી

આ બ્રાન્ડના આઉટલેટ સમગ્ર મુંબઈમાં ફેલાયેલા છે. જો તમને ચોકલેટ કૉફી પસંદ નથી, તો તમે અહીં ડ્રાય હેઝલનટ કેપુચીનો-હોટ કૉફીનો આનંદ માણી શકો છો. તેનાથી તમે એક અલગ જ સ્વાદ સાથે તાજગી અનુભવશો.


Uncafe, સાયન

સાયનમાં આવેલી આ કૉફી શોપ કોલેજના વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે અહીં કૉફી મેનુ એકદમ સરળ પરંતુ ક્લાસિક છે. અહીંનું કાર્ટૂન-કૉમિક વાતાવરણ અનકેફેમાં એક અલગ અનુભવ આપે છે. અહીં એક પ્રભાવશાળી Latte સાથેની કૉફી એવી વસ્તુ છે જે તમારે ટ્રાય કરવી જ જોઈએ. 

બ્લુ ટોકાઈ કૉફી રોસ્ટર્સ, ફોર્ટ

કોલ્ડ કૉફી યુવાનોની ફેવરિટ હોય છે. હેલ્ધી અને ચિલિંગ કેફીનયુક્ત પીણાં માટે, તમારે બ્લુ ટોકાઈ કૉફી ટોનિક પર જવું જોઈએ. તમને અહીંની કૉફીનો અલગ-અલગ સ્વાદ જરૂર ગમશે.

આ પણ વાંચો:Sunday Snacks: તારક મહેતાના સેટ પર અહીંથી મગાવવામાં આવે છે ફાફડા-જલેબી

mumbai food mumbai mumbai news