વિન્ટર સૅલડ

05 December, 2012 07:51 AM IST  | 

વિન્ટર સૅલડ




સામગ્રી



ત્રણ ગાજર

એક સંતરું

એક ચમચી વિનેગાર

મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

૧૫-૨૦ કાજુના ટુકડા

અડધી ચમચી જીરું

જરૂર પ્રમાણે ઑલિવ ઑઇલ



રીત

ગાજરને જાડું ખમણી લો અને અલગ રાખો. સંતરાની છાલને ખમણી વડે પીલ કરી લો, જેથી છાલનો ભુક્કો તૈયાર થશે. ત્યાર બાદ સંતરાની ચીરોને ફોલીને એને બે ટુકડામાં કાપી લો.

એક બાઉલમાં ગાજરનું ખમણ લો. એમાં સંતરાની છાલનો ખમણેલો ભાગ ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ સંતરાની ચીરીઓ ઉમેરો. ત્યાર બાદ વિનેગાર, મીઠું અને મરી ઉમેરી સૅલડને ટૉસ કરી લો.

એક ફ્રાઇંગ પૅનને ગરમ કરી એમાં કાજુને ૨-૩ મિનિટ માટે શેકી લો. ત્યાર બાદ એમાં જીરું ઉમેરો અને હલાવો. જીરાની સુગંધ આવવા લાગે એટલે ગૅસ પરથી ઉતારી લો. હવે કાજુ અને જીરાને સૅલડ પર ભભરાવી બરાબર મિક્સ કરો. છેલ્લે થોડું ઑલિવ ઑઇલ છાંટી ફરી ટૉસ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.