વેજિટેબલ મોમોસ

27 August, 2012 05:51 AM IST  | 

વેજિટેબલ મોમોસ


આજની વાનગી

સામગ્રી

રીત

મેંદામાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. ભીના કપડાથી ઢાંકી અલગ રાખો. ફીલિંગ બનાવવા માટે એક બાઉલમાં ફણસી, ગાજર, મશરૂમ, કાંદા, ફણગાવેલા મગ, કાજુ, આદું અને મરચાં લઈ મિક્સ કરો. હવે એમાં કાળા મરી, સોયા સોસ, તલનું તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે મેંદાના લોટમાંથી નાના-નાના લુઆ કરો. એક લુઓ લઈ એની પાતળી પૂરી જવું વણો. પૂરીની વચ્ચેના ભાગમાં એક ચમચી તૈયાર કરેલું વેજિટેબલનું ફીલિંગ મૂકો. હવે કિનારીઓને એકસાથે વાળી મોમોઝનો શેપ આપો. બધા જ મોમોઝ આ રીતે તૈયાર કરી લો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરી એના પર એક ચાળણીમાં મોમોઝને ગોઠવો અને વરાળે બાફી લો. લોટ બફાય ત્યાં સુધી મોમોઝને બાફવા. ચઢી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી શેઝવાન સોસ સાથે ગરમ પીરસો.