ટમૅટો સ્લશ

08 December, 2014 05:10 AM IST  | 

ટમૅટો સ્લશ


સામગ્રી

અડધો કિલો ટમેટાં
એક કપ ઑરેન્જ જૂસ
ચીરી છૂટું પાડેલું એક નાનું સંતરું
૩ ટી-સ્પૂન સન-ડ્રાઇડ ટમૅટો પેસ્ટ
ફુદીનાનાં થોડાં પાન
મરીનો ભૂકો
મીઠું સ્વાદ પ્રમાણે

સજાવટ માટે

સંતરાની ગોળ કાપેલી સ્લાઇસ
ફુદીનાનાં પાન

પૂર્વતૈયારી

ટમેટાંને ચાર ટુકડામાં કાપી લો. એના પર મીઠું ભભરાવો. અને પ્રીહીટ કરેલા બંધ અવનમાં આખી રાત માટે સુકાવા મૂકી રાખો.

રીત

ટમેટાંને થોડાં ફ્રેશ ફુદીનાનાં પત્તાં સાથે મિક્સરમાં પીસી જૂસ બનાવી લો. એક જગમાં આઇસ-ક્યુબ્સ લો. એમાં તૈયાર થયેલો ટમૅટો જૂસ રેડી મીઠું અને મરીનો ભૂકો મિક્સ કરો. હવે કાચના ત્રણ નાના ગ્લાસ લો. સૌથી નીચે એમાં સન-ડ્રાઇડ ટમૅટોની પેસ્ટ ઉમેરો. એના ઉપર દરેક ગ્લાસમાં એક-એક સંતરાની ચીરી મૂકો. ત્યાર બાદ ઑરેન્જ જૂસથી દરેક ગ્લાસ અડધો ભરી દો. છેલ્લે ટમૅટો જૂસ રેડી સંતરાની પાતળી સ્લાઇસ કે ફુદીનાનાં પાનથી ગ્લાસને ગાર્નિશ કરી ચિલ્ડ સ્લશ સર્વ કરો.