આજની વાનગી - ફ્રૂટ-પુડિંગ

25 December, 2018 02:13 PM IST  |  | ધર્મિન લાઠિયા

આજની વાનગી - ફ્રૂટ-પુડિંગ

ફ્રૂટ પુડિંગ

 સામગ્રી
+    ૧૨૫ ગ્રામ
    સ્ટ્રૉબેરી જેલી
+    ૨ ટી-સ્પૂન ખાંડ
+    ૨૦૦ ગ્રામ ફ્રૂટ કેક
+    ૧ કેïળું
+    ૧ સફરજન
+    ૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ
+    ૧ નારંગી
+    ૧ કપ ક્રીમ
+   
રીત

૨૫૦ મિલીલીટર પાણી લેવું. એમાંથી ૧૨૫ મિલીલીટર પાણી લઈ ગરમ થાય એટલે બે ટી-સ્પૂન ખાંડ નાખી ઊકળે એટલે નીચે ઉતારી લેવું.

પછી જેલી પાઉડર નાખતા જવું. એ ઓગળી જાય એટલે બાકીનું ૧૨૫ મિલીલીટર પાણી નાખી થાળીમાં લઈ લેવું અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવું.

પછી ચિલરમાં મૂકવું. દોઢ કલાકમાં તૈયાર થઈ જશે.

જેમાં પુડિંગ સેટ કરવાનું હોય એમાં કેકનો થોડોક ભૂકો પાથરી

દેવો. એના પર ફ્રૂટના નાના ટુકડા કરીને નાખવા.

 

 

પછી જેલીના ટુકડા કરીને લેયર કરવી. પછી એના પર ક્રીમની લેયર કરવી.

ક્રીમની લેયર પછી ફ્રૂટની લેયર, કેકની લેયર અને ક્રીમની લેયર કરી ડેકોરેશન માટે છેક કૉર્નરમાં સફરજનના લાંબા ટુકડા ગોઠવી વચ્ચે ચેરીના ટુકડા મૂકી એની વચ્ચે દ્રાક્ષને ગોળાકાર ગોઠવીને ઠંડું જ પીરસવું.