18 March, 2026 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ રીતે ફટાફટ બની જશે મેદુવડા
સામગ્રી : બે કપ પાણી ૧ કપ રવો, મીઠું, જીરું, ચિલી ફ્લેક્સ, આદુંમરચાંની પેસ્ટ, કોથમીર.
રીત : એક પૅનમાં પાણી મૂકીને બધા મસાલા નાખવાના. પાણી ઊકળે એટલે રવો નાખીને મિક્સ કરવાનું. ઉપમા જેવું થાય એટલે ગૅસ બંધ કરીને એક પ્લેટમાં કાઢી લેવાનું, એમાં બે ચમચી તેલ નાખવાનું. થોડું ઠંડું થઈ જાય એટલે લોટની જેમ કુણવી લેવાનું. નાના બૉલ બનાવીને મેદુવડાંની જેમ હોલ કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવાં.
પુનિતા શેઠ