ચીઝી ટમૅટો હર્બ ટોસ્ટ

18 December, 2014 06:00 AM IST  | 

ચીઝી ટમૅટો હર્બ ટોસ્ટ



સામગ્રી


તૈયારી

મલ્ટીગ્રેઇન બ્રેડને અવનની ટ્રેમાં થોડું ઑલિવ ઑઇલ લગાડી જરા ક્રિસ્પી થવા મૂકી દો. બીજી બાજુ ટમેટાં, પીળું અને લાલ કૅપ્સિકમ ગૅસ પર શેકી લો. એમની ઉપરની સ્કિન શેકાવાને લીધે વધુ ટેસ્ટી લાગશે. હવે રોસ્ટેડ કૅપ્સિકમ અને ટમૅટોના નાના ટુકડા કરો.

રીત

એક પૅનમાં બટર ગરમ કરો. એમાં કાંદો, શેકેલાં અને સમારેલાં ટમૅટો, બેલ પેપર ઉમેરો. મીઠું, મરી, થાઇમ, વિનેગર સાથે છેલ્લે ગોળ ઉમેરી ત્રણથી ચાર મિનિટ ઢાંકીને ચઢવા દો. ગૅસ બંધ કરો. ટમૅટો પેપર જૅમ તૈયાર થઈ ગયો. હવે ક્રિસ્પી થયેલી બ્રેડને અવનમાંથી બહાર કાઢો. એ ગરમ હોય ત્યારે જ એના પર લસણની કળી ઘસી લેવી જેથી ગાર્લિકનો ટેસ્ટ આવે. તૈયાર થયેલું ટમૅટો પેપર સ્ટફિંગ ક્રિસ્પી બ્રેડ પર પાથરો. એના પર ચીઝ ભભરાવો. ફરી પ્રિહીટેડ અવનમાં પાંચેક મિનિટ માટે એમને બેક કરો અને તરત સર્વ કરો. મલ્ટીગ્રેઇન બ્રેડને બદલે સાદી બ્રેડ પણ લઈ શકાય.