સુદાનીઝ તામિયા

25 October, 2012 06:23 AM IST  | 

સુદાનીઝ તામિયા



સામગ્રી


સજાવટ માટે


રીત

ચણાની દાળને પાંચ-છ કલાક પલાળો અને નિતારી લો. ત્યાર બાદ એને ધોઈને અલગ રાખો. આદું અને મરચાંને સમારી લો. સુવાની ભાજીને ધોઈને બારીક સમારી લો. ત્યાર બાદ મિક્સરના જારમાં ચણાની દાળ, આદું અને મરચાં ઉમેરી વાટી લો.

જરૂર પ્રમાણે પાણી ઉમેરી પીસી લો. ત્યાર બાદ ખીરાને મોટા બાઉલમાં કાઢી એમાં હળદર અને હિંગ ઉમેરો. સુવાની ભાજી ઉમેરી બરાબર ફીણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. હાથને ભીના કરી તૈયાર કરેલા ખીરામાંથી હાથેળી પર થેપીને નાના-નાના  તામિયા બનાવો અને એને તેલમાં બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધા તામિયા બનાવી સર્વિંગ પ્લેટમાં  કાઢી ઉપરથી ગાજરનું છીણ ભભરાવો. ચટણી અને સોસ સાથે ગરમ પીરસો. આ તામિયામાં સ્વાદ માટે ઝીણા સમારેલા કાંદા અને લસણની પેસ્ટ પણઉમેરી શકાય.