પનીર સ્ટફ્ડ ખાંડવી

03 October, 2012 06:23 AM IST  | 

પનીર સ્ટફ્ડ ખાંડવી




સામગ્રી



સ્ટફિંગ માટે



વઘાર માટે


રીત

એક કડાઈમાં છાશ અને ચણાનો લોટ લઈને મિક્સ કરો અને એને જેરી લો. હવે એમાં આદું-મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરીને ગૅસ પર ગરમ કરવા મૂકીને સતત ૧૦-૧૨ મિનિટ સુધી હલાવતા રહેવું. મિશ્રણ જાડું થાય એટલે ગૅસ પરથી ઉતારી લો. હવે એક થાળી પર તેલ લગાવો. એના પર ખાંડવીનું મિશ્રણ પતલા લેયરમાં સ્પ્રેડ કરો.

હવે સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. એમાં મકાઈના દાણાને સાંતળો. બે મિનિટ બાદ છીણેલું પનીર ઉમેરીને ગૅસ બંધ કરો. એમાં મીઠું, આદું-મરચાની પેસ્ટ, ચીઝ અને કોથમીર નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ખાંડવીના લેયર પર પાતળા લેયરમાં પાથરો. ત્યાર બાદ ખાંડવીના રોલ વાળી લો. નાના ટુકડામાં કાપીને ડિશમાં ગોઠવો.

વઘાર માટે એક ચમચામાં તેલ ગરમ કરી એમાં તલ અને રાઈ-જીરું ઉમેરો. તલ ફૂટે એટલે એને ખાંડવી પર પાથરી દો. ઉપરથી કોથમીર અને નારિયેળ ભભરાવીને પીરસો.