સ્ટ્રૉબેરી મૂસ

18 December, 2012 06:28 AM IST  | 

સ્ટ્રૉબેરી મૂસ




સામગ્રી


રીત

અડધા ભાગની સ્ટ્રૉબેરીને મિક્સરમાં ક્રશ કરી લો. જેલીને એક કપ ગરમ પાણીમાં ઓગાળી લો. ઠંડું કરી એમાં ક્રશ કરેલી સ્ટ્રૉબેરી ઉમેરો. બરાબર હલાવી ફ્રીઝરમાં સેટ કરવા મૂકો.

બરાબર સેટ થઈ જાય એટલે બહાર કાઢી જેલીના ટુકડા કરી અલગ રાખો.

એક બાઉલમાં એક કપ ફ્રેશ ક્રીમ લઈ બીટ કરો. બીટ કરેલું ક્રીમ, દોઢ ચમચા સાકર અને લીંબુના રસને જેલી સાથે મિક્સ કરો. હવે નાના-નાના બાઉલમાં આ મિશ્રણને સરખે ભાગે ભરો અને અડધાથી એક કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકો.

બાકીની સ્ટ્રૉબેરીની પાતળી સ્લાઇસ કરી લો અને એના પર વધેલી દળેલી સાકર છાંટો. વધેલા ફ્રેશ ક્રીમમાં પણ સાકર ઉમેરી મિક્સ કરી લો.

ફ્રીઝરમાં રાખેલું મૂસ સેટ થઈ જાય એટલે એને બહાર કાઢી એના પર પહેલાં થોડું ક્રીમ મૂકો. ત્યાર બાદ સ્ટ્રૉબેરીની સ્લાઇસથી સજાવી ઠંડું પીરસો.