સોયા પાંઉભાજી

09 October, 2014 05:40 AM IST  | 

સોયા પાંઉભાજી




સામગ્રી



રીત


સૌથી પહેલાં સોયા ચન્કને મિક્સરમાં પીસી લો અને ત્યાર બાદ પાણીમાં પલાળી રાખો. હવે એક મોટી કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં બટર ઉમેરો. એમાં આદુ-લસણની પેસ્ટ, કાંદા અને કૅપ્સિકમ સાંતળો. પછી ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર કુક થયા બાદ પાંઉભાજી મસાલો અને લાલ મરચું પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરી લો. મિક્સ થઈ ગયા બાદ બાફેલું બટેટું તેમ જ પીસેલા અને ભીંજવેલા સોયા ચન્ક્સ ઉમેરો. બધું એકરસ થવા દો. સોયા ચન્ક્સ તરત જ પાણી શોષી લે છે એટલે પાંઉભાજીમાં એક કપ પાણી ઉમેરવાની જરૂર પડશે. જોઈતું પાણી ઉમેરી સરખી ખદખદવા દો. કોથમીર, કાંદાથી ગાર્નિશ કરી ગરમ-ગરમ પાંઉભાજી સર્વ કરો.