આજની વાનગી - સાબુદાણા વડાં

29 September, 2011 03:40 PM IST  | 

આજની વાનગી - સાબુદાણા વડાં

 

 

 

- મીતા ભરવાડા

સામગ્રી


*  ૧૦૦ ગ્રામ સાબુદાણા
*  ૨ બાફેલા બટાટા
*  પા કપ શેકેલા સિંગદાણા
*  ૬ વાટેલાં લીલાં મરચા
*  બે ચમચા સમારેલી કોથમીર
*  અડધો કપ આરાલોટ
*  મીઠું સ્વાદ પ્રમાણે
*  અડધો કપ દહીં
*  ૩ ચમચા સાકર
*  તળવા માટે તેલ

રીત :

સાબુદાણાને આખી રાત પલાળો. હવે એને હાથેથી છૂટા કરી અલગ રાખો. સિંગદાણાનો અધકચરો ભૂકો કરો. હવે પલાળેલા સાબુદાણામાં બાફેલા બટાટા, સિંગદાણા, લીલાં મરચાં, મીઠું અને કોથમીર નાખી મિક્સ કરો. હવે એના બૉલ્સ બનાવી હાથેથી થોડા ચપટા કરો. આરાલોટમાં રગદોળી અલગ રાખો. દહીમાં સાકર નાખી ગળ્યું દહીં તૈયાર કરો. હવે કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરી તૈયાર કરેલાં વડાંને બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગYયા દહીં સાથે પીરસો.