રિબન પકોડા

14 November, 2012 05:24 AM IST  | 

રિબન પકોડા




સામગ્રી


રીત

ચોખાનો લોટ, ચણાનો લોટ, મરી પાઉડર, હિંગ, બટર, તેલ, મીઠું બધું બરાબર મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરતાં જઈ લોટ બાંધો. બહુ સખત નહીં અને બહુ નરમ પણ ન થાય એવો લોટ બાંધો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે એમાં સેવ પાડવાના સંચામાં સ્ટ્રિપ્સની જે જાળી છે એ મૂકી એમાં લોટ ભરી મશીનને ગરમ તેલ પર પ્રેસ કરતા જાઓ. લાંબી સ્ટ્રિપ્સ પાડતી વખતે મશીનને ધીમે-ધીમે રાઉન્ડ ફેરવો, જેથી એ એક જગ્યા પર ઢગલો ન થઈ જાય. આ પકોડા મિડિયમ તાપે એમાંથી પરપોટા નીકળવાનું બંધ થાય ત્યાં સુધી તળો. બહાર કાઢી પેપર નૅપ્કિન પર કોરા કરી પીરસો.