આજની વાનગી - ગ્રીન હમસ

23 October, 2018 06:02 AM IST  | 

આજની વાનગી - ગ્રીન હમસ




કવિતા ઠક્કર

સામગ્રી


+    ૧ કપ બાફેલા કાબુલી ચણા

+    દોઢ કપ પાલકનાં પત્તાં

+    ૩ નંગ લસણની કળી

+    બે ટેબલ-સ્પૂન તહિની પેસ્ટ

+    બે ટેબલ-સ્પૂન લીંબુનો રસ

+    મીઠું સ્વાદ અનુસાર
 
બનાવવાની રીત

(૧) ૧ ટેબલ-સ્પૂન સફેદ તલ લઈ કઢાઈમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.

(૨) ઠંડા થાય એટલે એક ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ સાથે મિક્સરમાં પીસી અને પેસ્ટ રેડી કરવી.

 હમસ બનાવવાની રીત

(૧) બાફેલા કાબુલી ચણા, લસણ અને તહિની પેસ્ટ મિક્સરમાં પીસી લેવાં.

(૨) એ પછી પાલકનાં પત્તાં નાખી ફરીથી સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી સરખી રીતે પીસી લેવું.

(૩) જરૂર લાગે તો જ થોડુંક પાણી નાખવું.


આ પણ વાંચોઃ આજની વાનગી - ડ્રૅગન બ્લૉસમ


(૪)  હવે લીંબુનો રસ અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરવું.

(૫) ચિપ્સ અથવા ગાજર-કાકડીની સ્ટિક સાથે સવર્‍ કરવું.