ક્રિસ્પી અનિયન રિંગ્સ

05 December, 2014 06:04 AM IST  | 

ક્રિસ્પી અનિયન રિંગ્સ


સામગ્રી


ત્રણ સફેદ કાંદા
૧૦૦ ગ્રામ મેંદો
બે કપ બ્રેડ-ક્રમ્સ
અડધી ટી-સ્પૂન
મરીનો ભૂકો
અડધી ચમચી ગાર્લિક પાઉડર
મીઠું સ્વાદ પ્રમાણે
બે ચમચી ર્કોનફ્લૉર
બૅટર તૈયાર કરવા થોડું દૂધ
તળવા માટે તેલ

રીત

સફેદ કાંદા લો. સફેદ કાંદા ન હોય તો રેગ્યુલર કાંદા પણ ચાલે. કાંદાની છાલ કાઢી એની પાતળી સ્લાઇસ કરી એમાંની રિંગ્સ છૂટી પાડો. હવે એક બાઉલમાં મેંદો, મરીનો ભૂકો, ગાર્લિક પાઉડર, મીઠું તેમ જ ર્કોનફ્લૉર લઇ જોઈતું દૂધ ઉમેરી એક ઘાટું બૅટર તૈયાર કરો.

હવે એક ફ્લૅટ ડિશમાં બ્રેડ-ક્રમ્સ પાથરી દો. એક-એક કાંદાની રિંગ્સ લઇ તૈયાર કરેલા બૅટરમાં ડિપ કરો. અને ત્યાર પછી પાથરેલા બ્રેડ-ક્રમ્સમાં રગદોળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ ડિશમાં ટમૅટો સૉસ કે કોથમીરની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.