રસ્સેદાર કાકડી

16 November, 2011 08:55 AM IST  | 

રસ્સેદાર કાકડી

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી


રીત

સૌપ્રથમ કાકડીની છાલ કાઢી મિડિયમ ટુકડામાં કાપો. કાંદા અને ટમેટાને બારીક સમારો. લીલાં મરચાં, લસણ અને આદુંની પેસ્ટ બનાવો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં તજ, જીરું અને વરિયાળીનો વઘાર કરો. હવે એમાં કાંદા નાખી સાંતળો. થોડું બ્રાઉન થાય એટલે એમાં ટમેટા અને લીલાં મરચાંની પેસ્ટ નાખી ફરી સાંતળો. તેલ છૂટું પડે એટલે એમાં ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું નાખી કાકડી ઉમેરો. ઢાંકીને ધીમા તાપે ચડવા દો. એમાં કોથમીર છાંટી પીરસો.