પૉમગ્રેનેટ સરપ્રાઇઝ

03 August, 2012 06:38 AM IST  | 

પૉમગ્રેનેટ સરપ્રાઇઝ


આજની વાનગી

સામગ્રી

રીત

દહીંને મલમલના એક કપડામાં બાંધીને પાણી નિતારી લો. બધું પાણી નીતરી જાય એટલે એને બે-ત્રણ કલાક ફ્રિઝમાં સેટ કરવા મૂકો. પછી એક બાઉલમાં દહીં લઈ એમાં મધ, જાયફળ અને એલચીનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.  કિવી ફ્રૂટની છાલ કાઢી નાના ટુકડામાં સમારી લો. એક પૅન ગરમ કરી એમાં કેસરને હલકું શેકો અને ત્યાર બાદ એક બાઉલમાં કાઢીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે આંગળી વડે કેસરને મસળો.સર્વ કરવા માટે ચાર ડિઝર્ટ-બાઉલ લો. દરેક બાઉલમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ એક-એક ચમચો મૂકો. એના પર કિવીના એક ચમચી ટુકડા રાખો. ત્યાર બાદ બે ચમચી દાડમના દાણા પાથરો. છેલ્લે પિસ્તા અને કેસર ભભરાવો અને ફુદીનાના પાનથી સજાવીને ઠંડું પીરસો.