પનીર-ફુદીના પુલાવ

27 November, 2012 06:38 AM IST  | 

પનીર-ફુદીના પુલાવ




સામગ્રી


રીત

ચોખાને ધોઈને બે કલાક પલાળો. એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં પનીરને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો અને અલગ રાખો. લીલાં મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવી લો. એક પૅનમાં ઘી ગરમ કરી એમાં એલચી, લવિંગ અને તજ ઉમેરી સાંતળો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલી આદું-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. હવે કાંદા ઉમેરી સાંતળો. તેલ છૂટું પડે એટલે એમાં પલાળેલા ચોખા, ફુદીનાનાં પાન અને પનીર ઉમેરી બરાબર મિક્સ કરો. નારિયેળનું દૂધ ઉમેરી ૮-૧૦ મિનિટ સુધી ચઢવા દો. ભાત ચઢી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢો, રાયતા અથવા દહીં સાથે ગરમ પીરસો.