પાલક-કોફ્તા કઢી

19 December, 2012 06:16 AM IST  | 

પાલક-કોફ્તા કઢી



સામગ્રી


રીત

પાલકનાં પત્તાંને ગરમ પાણીમાં ૪-૫ મિનિટ માટે ઉકાળી લો. ત્યાર બાદ બહાર કાઢી સમારી લો. એક બાઉલમાં પાલકનાં સમારેલાં પાન, ચણાનો લોટ, જીરું, લાલ મરચું, મીઠું અને સોડા લઈ મિક્સ કરો. આ મિશ્રણના નાના-નાના બૉલ બનાવી અલગ રાખો. એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલા બૉલ્સને ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને અલગ રાખો.

કઢી બનાવવા માટે એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને જરૂર પ્રમાણે પાણી લઈ મિક્સ કરો. લોટના ગાંઠા ન રહે એ રીતે ઝેરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં જીરું, હિંગ અને લીમડાનાં પાનનો વઘાર કરો. ત્યાર બાદ લસણ અને કાંદા ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ચણાનો લોટનું મિશ્રણ ઉમેરી હલાવો. ત્યાર બાદ મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. ૩-૪ મિનિટ ઉકાળો. સતત હલાવતા રહેવું. છેલ્લે બનાવેલા પાલકનાં કોફ્તા ઉમેરી ૩-૪ મિનિટ માટે ઉકાળો અને ગરમ પીરસો.