પડવાળા માવા ઘૂઘરા

12 November, 2012 05:54 AM IST  | 

પડવાળા માવા ઘૂઘરા




સામગ્રી

બહારના પડ માટે


ભરવા માટે


રીત

એક બાઉલમાં મેંદો લઈ એમાં ત્રણ ચમચા ઘી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી મધ્યમ લોટ બાંધી લો. એને ભીના કપડાથી ઢાંકીને અલગ રાખો.

હવે એક બાઉલમાં શેકેલો માવો લઈ એમાં સૂકું કોપરું, કાજુ, બદામ, કિસમિસ, જાયફળ અને એલચીનો પાઉડર બરાબર મિક્સ કરી લો. પછી દળેલી સાકર મિક્સ કરો.

 ચોખાના લોટમાં ઘી ઉમેરી એની પેસ્ટ બનાવો. હવે બાંધેલા લોટના ત્રણ સરખા ભાગ કરો અને દરેકની પાતળી રોટલી વણી લો. પછી એક રોટલી લઈ એના પર ચોખાના લોટની પેસ્ટ પાથરો. એના પર બીજી રોટલી વણીને મૂકો. ફરીથી ચોખાની પેસ્ટ લગાવો અને ત્રીજી રોટલી મૂકો. હવે આ રોટલીઓનો ટાઇટ રોલ વાળો. જરૂર પડે ત્યાં ચોખાની પેસ્ટ લગાવતા જવું. રોલ કર્યા બાદ એને કાપી લો. દરેક કાપેલો લૂઓ લઈ એની પૂરી વણો. એમાં તૈયાર કરેલું પૂરણ ભરી અડધો ફોલ્ડ કરો. એની કિનારીઓને વાળીને સીલ કરો. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા ઘૂઘરાને તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. એને સર્વિંગ પ્લેટમાં કાઢીને પીરસો.