આ રીતે હોળીમાં બનાવો ઠંડાઈ

03 March, 2020 05:13 PM IST  |  Mumbai Desk | Dharmin Lathia

આ રીતે હોળીમાં બનાવો ઠંડાઈ

ઠંડાઈ

સામગ્રી
☞ દોઢ લિટર ઠંડું દૂધ
☞ રપ૦ ગ્રામ ખાંડ
☞ બસો ગ્રામ ગામઠી વરિયાળી
☞ ૧૦૦ ગ્રામ શકરટેટીનાં બી (ફોલેલાં)
☞ ૧૦૦ ગ્રામ ગુલાબનાં ફૂલની પાંખડીઓ
☞ ૧પ૦ ગ્રામ બદામ
☞ પ૦ ગ્રામ સફેદ આખાં મરી
☞ રપ લીલાં પિસ્તાં
☞ ૧ ટીસ્પૂન ઇલાયચીના દાણા (ખાંડેલા)
☞ ૧ ટીસ્પૂન કેસર (ઘોળીને વાટેલું)

રીત
૧. બદામને પ-૬ કલાક પલાળવી.
ફોતરાં કાઢવાં.
ર. વરિયાળી, ગુલાબનાં પત્તાં અને પિસ્તાંને બે કલાક જુદા-જુદા પલાળી નિતારીને રાખવાં.
૩. શકરટેટીનાં બી અને સફેદ મરીને ઝીણાં વાટવાં.
૪. ઉપરનું બધું જ ૧/૪ લિટર દૂધમાં ભેળવવું. મિક્સરમાં નાખી મિશ્રણ તૈયાર કરવું. ખાંડ નાખી ફરીથી મિશ્રણ હલાવવું. ખાંડ ઓગળે એટલે બાકીનું દૂધ નાખી ઇલાયચી અને કેસર નાખવાં.
પ. ઠંડાઈ બેત્રણ કલાક ઠંડકમાં રાખવી. ગળણીથી ગાળી વાપરવી.
નોંધ : બરાબર હલાવી ત્રણ-ચાર કલાક ઠંડકમાં દૂધ રાખવાથી મસાલાની સુગંધ સારી રહે.

holi mumbai food Gujarati food indian food