ઑલિવ-ટૉમેટો પાસ્તા

05 September, 2012 05:40 AM IST  | 

ઑલિવ-ટૉમેટો પાસ્તા


આજની વાનગી

સામગ્રી

ટૉમેટો સૉસ માટે

રીત  

ટૉમેટો સૉસ બનાવવા માટે ટમેટાંને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો. ત્યાર બાદ બહાર કાઢી છાલ કાઢી ઝીણા ટુકડામાં સમારીને અલગ રાખો. એક નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. એમાં તમાલપત્ર અને કાળા મરી ઉમેરી એક-બે મિનિટ સુધી સાંતળો. એમાં સમારેલું કૅપ્સિકમ ઉમેરીને ફરી સાંતળો. હવે સમારેલાં ટમેટાં ઉમેરી હલાવો. પછી અડધો કપ પાણી ઉમેરી પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. હવે એમાં ઓરેગાનો, ટૉમેટો પ્યુરી, ટૉમેટો કેચ-અપ, સાકર અને મીઠું ઉમેરી બરાબર હલાવો. આ ટૉમેટો સૉસને બે-ત્રણ મિનિટ ઉકાળો. પછી ગૅસ પરથી ઉતારીને અલગ રાખો.હવે પાસ્તા બનાવવા માટે એક નૉન-સ્ટિક પૅનમાં ઑલિવ ઑઇલ ગરમ કરો. એ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલો ટમેટાનો સૉસ, બ્લૅક ઑલિવ, ચિલી ફ્લેક્સ અને ફ્રેશ ક્રીમ મિક્સ કરો. એને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દો. હવે બાફેલા પાસ્તા ઉમેરી બરાબર હલાવો અને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દો. એને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ખમણેલું ચીઝ ભભરાવો અને ગરમ પીરસો.