ઓટ્સ-અન્યન પરાઠા

09 October, 2012 05:54 AM IST  | 

ઓટ્સ-અન્યન પરાઠા




સામગ્રી


સ્ટફિંગ માટે


રીત

લોટ બાંધવા માટેની બધી સામગ્રીને એક બાઉલમાં લઈ જરૂર પ્રમાણે પાણી ઉમેરી મધ્યમ લોટ બાંધો અને અલગ રાખો. સ્ટફિંગ બનાવવા માટે એક નૉન-કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું ઉમેરો. ત્યાર બાદ એમાં લસણ અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો.

ત્યાર બાદ એમાં સમારેલા કાંદા અને કાંદાનાં પાન ઉમેરીને હલાવો અને એકથી બે મિનિટ માટે સાંતળો. પછી મીઠું મિક્સ કરો અને એક મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ ગૅસ બંધ કરીને અલગ રાખો.

હવે પરાઠા બનાવવા માટે લોટનો લૂઓ લઈને એને થોડું વણો. એમાં કાંદાનું તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કિનારીઓને સીલ કરો અને ફરી પરાઠાના શેપમાં વણો. આ જ રીતે બધા પરાઠા તૈયાર કરો. એક નૉન-સ્ટિક તવી પર તેલ લગાવી પરાઠાને બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એને ઠંડા દહીં અથવા રાયતા સાથે ગરમ-ગરમ સર્વ કરો.