મોકા કુકીઝ

21 August, 2012 05:57 AM IST  | 

મોકા કુકીઝ


આજની વાનગી

 

સામગ્રી

 રીત

એક બાઉલમાં બ્રાઉન શુગર, દળેલી સાકર અને અને બટર લઈ ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરો. બટર રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. પાકાં કેળાંનો છૂંદો કરી સાકરના મિશ્રણમાં ઉમેરો અને ફરી બીટ કરો. એક ચમચી દૂધ ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણમાં મેંદો, મીઠું, સોડા, કૉફી પાઉડર અને એસેન્સ ઉમેરી બરાબર હલાવો. હવે ચૉકલેટ ચિપ્સ ઉમેરી હલાવો અને ૧૦-૧૫ મિનિટ માટે ફ્રિજમાં સેટ કરવા મૂકો. હવે આ મિશ્રણમાંથી ગોળ બૉલ્સ બનાવો. એક કાંટાને આઇસિંગ શુગરમાં બોળી બનાવેલા બૉલ્સને થેપી કુકીનો શેપ આપો. હવે પ્રી-હીટ કરેલા અવનમાં ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેટ પર ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો. બેક થઈ જાય એટલે બહાર કાઢી ઠંડી પાડો અને ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

આ રેસિપી વાચક જ્યોતિ રવાણીએ મોકલાવી છે.