મિની તવી હાંડવો

09 August, 2012 05:22 AM IST  | 

મિની તવી હાંડવો

 

 

 

સામગ્રી


૩૦૦ ગ્રામ ચોખા

૧૫૦ ગ્રામ અડદની દાળ

ચાર સમારેલાં ટમેટાં

બે ઝીણા સમારેલા કાંદા

એક નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર

બે ચમચી લાલ મરચું

અડધી ચમચી હળદર

અડધી ચમચી સાકર

એક ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

અડધી ચમચી ખાવાનો સોડા

વઘાર માટે  એક ચમચી તલ

બે ચમચા અડદની દાળ

બે ચમચા રાઈ

જરૂર પ્રમાણે તેલ

 

રીત


ચોખા અને અડદની દાળને છાશ અથવા દહીંમાં પાંચ-છ કલાક માટે પલાળો. ત્યાર બાદ એને વાટી લો. હવે આ મિશ્રણમાં સોડા ઉમેરી બરાબર હલાવો. ત્યાર બાદ એમાં ટમેટાં, કાંદા, કોથમીર મિક્સ કરો. એમાં હળદર, મરચું, ધાણાજીરું, સાકર તેમ જ મીઠું ઉમેરી હલાવો અને હાંડવા માટેનું મિશ્રણ તૈયાર કરો. હવે ઊંડી કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો. એમાં અડધી ચમચી અડદની દાળ, થોડી રાઈ અને અડધી ચમચી તલનો વઘાર કરી એમાં હાંડવાનું તૈયાર કરેલું મિશ્રણ એક ચમચો રેડો. એને ઢાંકીને એક-બે મિનિટ ચડવા દો. ત્યાર બાદ એને ઊલટો કરી ફરી એક મિનિટ ચડવા દો. આ રીતે બધા જ તવા હાંડવા બનાવી લો. એને સર્વિંગ-પ્લેટમાં કાઢી ચટણી અને સૉસ સાથે સર્વ કરો.


(આટલા મિશ્રણમાંથી દસથી બાર પીસ તવી હાંડવો બની શકે છે. આ હાંડવો નાના પૂરી જેવા આકારનો બનશે. ટૉપિંગ તરીકે ચીઝ પણ ભભરાવી શકાય.)