મેક્સિકન પનીર ફજીતા

26 December, 2014 05:01 AM IST  | 

મેક્સિકન પનીર ફજીતા




સામગ્રી


રીત


પનીરના લાંબા ટુકડા કરો. એના પર મીઠું, ચિલી ફ્લેક્સ, બ્લૅક પેપર અને થોડું ઑઇલ રેડી હળવેથી ટૉસ કરો જેથી બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય. હવે થોડી વાર માટે પનીરને મૅરિનેટ થવા સાઇડ પર મૂકી રાખો. લગભગ અડધો કલાક રાખવું. એક બાઉલમાં બીજા સ્ટફિંગ માટેની તમામ સામગ્રી ઉમેરી સરખું મિક્સ કરી એને પણ બાજુ પર રહેવા દો. હવે એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં ઝીણું સમારેલું લસણ, કાંદા, કૅપ્સિકમ, થોડું મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી છેલ્લે મૅરિનેટેડ પનીર ઉમેરો. બધું સરખું મિક્સ કરો. હવે એક ર્ટોટિલા લઈ એમાં મૅરિનેટ કરેલા પનીરની સામગ્રી અને તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરો. હવે ર્ટોટિલાનો રોલ વાળી દો. સાલસા કે સૅલડ સાથે સર્વ કરો. બજારમાં મળતું સાર ક્રીમ પણ ઉમેરવું હોય તો એમાં ઉમેરી શકાય.