મસાલેદાર કંટોલાં

08 November, 2012 08:39 AM IST  | 

મસાલેદાર કંટોલાં





સામગ્રી


રીત

સૌપ્રથમ કંટોલાંને સાદા પાણીથી બરાબર ધોઈ લો. ત્યાર બાદ ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી કંટોલાંને પલાળી દો. દસ મિનિટ બાદ બહાર કાઢી એને ઊભાં સમારી ચીરમાં કાપી લો. સમાર્યા બાદ એમાં મીઠું ઉમેરી બરાબર મસળી લો જેથી કંટોલાં નરમ પડી જાય. ત્યાર બાદ ફરી સાદા પાણીથી ધોઈ બી કાઢી લેવાં. દાબીને પાણી કાઢી લેવું.

હવે ગૅસ પર એક કડાઈ ગરમ કરો. એમાં બે ચમચા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરો. ત્યાર બાદ એમાં કંટોલાં ઉમેરી સાંતળો. ત્યાર બાદ એને ઢાંકીને દસ મિનિટ ચડવા દો. ત્યાર બાદ એમાં અડધી વાટકી દૂધ ઉમેરી હલાવો. ફરી ઢાંકીને દસ મિનિટ ચડવા દો. દૂધ બળી જાય એટલે એમાં મીઠું, સાકર, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી હલાવો. સરખું મિક્સ કરી ફરી ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો. તેલ છૂટું પડે એટલે ગૅસ બંધ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર ભભરાવી રોટલી સાથે ગરમ સર્વ કરો.

(આ રેસિપી વાચક રાકેશ મહેતાએ મોકલી છે)